ગુજરાત (Gujarat): ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં (Dwarka) આવેલા ખંભાળિયાના એક નાના એવા ગામની દીકરીએ પોતાના માતા-પિતા સાથે સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ રાત દિવસ એક કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (First Class Judicial Magistrate) તરીકે પસંદગી મેળવી છે. પોતાની મહેનતનું પરિણામ મેળવીને આ દીકરીએ માતાપિતાનું નામ રોષન કર્યું છે. પોતાની આ સિદ્ધિ બદલ તેણે અન્ય વિદ્યાર્થીઓને જણાવ્યું કે, ‘કોઈપણ કાર્ય માટે લક્ષ્ય નક્કી કરો અને મહેનત કરતાં રહો તેનું તમને યોગ્ય પરિણામ જરૂર મળશે.’
શાકભાજી વેચી પિતાએ દીકરીને ભણાવી…
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામની પાર્વતી મોકરીયાએ પોતાના પંથકનું ગૌરવ વધાર્યું. પાર્વતી બ્રહ્મ સમાજમાંથી આવે છે. પિતા દેવરામભાઈ માત્ર બે ધોરણ ભણેલા જયારે માતા ડાહીબેને અભ્યાસ નથી કર્યો. શાકભાજી વેચીને પિતા દેવરામભાઈ પરિવારનું ગુજરાન ચલાવે છે. પૈસાની અછત હોવા છતાં પુત્રીને ભણાવવાની સાથે પુત્રીની દરેક જરૂરીયાતો પણ પુરી કરતા હતા. આજે દીકરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનતા પરિવારમાં અન્નદ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. શાકભાજીની લારી ચલાવતા નાના ઘરની દીકરીએ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ બનીને પોતાના પરિવાર, ખંભાળિયા પંથક અને સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.
પોતાનું સપનું સાકાર કરવા દિનરાત મેહનત અને પરિશ્રમ કર્યો
જામનગર ખાતે પાર્વતી મોકરીયાએ ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરિયો અને સાથે એડવોકેટ અનિલ મહેતાની ઓફિસમાં જુનિયર શીપ પણ કરી હતી. પાર્વતીએ પેહલેથી જ પોતાનો મેજિસ્ટ્રેટ બનવાનું સપનું નક્કી કર્યું હતું. આ સપનાંને હકીકતમાં બદલવા પાર્વતીએ સખત મેહનત અને પરિશ્રમ કરી હતી. પોતે બીમાર હોવા પરીક્ષા આપાવા ગઈ હતી, અને સારૂ એવું પરિણામ મેળવ્યું હતું. તેની મુખ્ય પરીક્ષાના બે પેપરો દરમિયાન હાથમાં પીડા હોવા છતા, તે પીડા સહન કરી અને પરીક્ષા આપી હતી. પોતાનું સપનું સાકાર કરવા માટે પોતાની પીડા પણ સહન કરી લીધી હતી. પરીક્ષામાં ઉતીર્ણ થઈને પાર્વતીની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે પસંદગી થઈ.
પાર્વતી મોકરીયા સાથે વાતચિત કરતા તેણે તમામ વિદ્યાર્થીઓને સંદેશો આપતા કહ્યું કે, કોઈપણ કાર્ય માટે લક્ષ્ય નક્કી કરો મહેનત અને પરિશ્રમ કરતા રહો. તેનું યોગ્ય પરિણામ મળ છે. વિદ્યાર્થીઓને ધીરજ રાખવા માટે પણ પાર્વતીએ અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.