રાજ્યમાં ધો.12 કોમર્સની પરીક્ષાનું ગઈકાલે 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જામનગર જિલ્લામાં 78.33 ટકા, જૂનાગઢમાં જિલ્લામાં 58.26 ટકા, અમરેલી જિલ્લામાં 69.29 ટકા, ભાવનગર જિલ્લામાં 79.52 ટકા, પોરબંદરમાં જિલ્લામાં 76.21 ટકા, મોરબી જિલ્લામાં 76.69 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 77.91 ટકા પરિણામ આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.
ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરતી અને ગોંડલ તાલુકાના ચોરડી ગામની માહુલિયા કાજલ ધાનસુરભાઈએ ધોરણ 12 કોમર્સમાં 98.98 PR મેળવ્યા છે. આ પ્રસંગે શાળાના ચેરમેન મધુસુદનભાઈ તન્નાએ વાત કરતા કહ્યું હતું કે શાળાના ડિરેક્ટર દર્શના મેડમે આજથી નવ વર્ષ પહેલાં જ જેમ જવેરી હીરાની પરખ કરી લે તેમ કાજલની ભણવાની ધગશને પારખી લીધી હતી.
કાજલ ધોરણ 4થી તન્ના એજ્યુકેશન કેમ્પસમાં અભ્યાસ કરે છે. તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેના પિતા ધાનસુરભાઈ માસિક રૂપિયા ચાર-પાંચ હજારની છૂટક મજૂરી કરી ઘરનું ભારણ પોષણ કરી રહ્યા છે. પરિવારમાં એકનું એક સંતાન દીકરી જ છે. તેને ભણવાની ધગશને ધ્યાને લઇ શાળા પરિવાર દ્વારા છેલ્લા નવ વર્ષથી તેની ફીમાં 50 ટકા રાહત કરી આપી પુસ્તકો, રેફરન્સ મટિરિયલ્સ તેમજ જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કાજલને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે. તેને સફળતાના શિખરો સર કરાવવા શિક્ષા માતા બનેલા ડિરેક્ટર દર્શના મેડમે બીડું ઝડપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news