600 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ ૧૨ વર્ષીય કિશોરી, કલાકોની જહેમત બાદ દિલધડક ઓપરેશન કરી હેમખેમ બહાર કઢાઈ – જુઓ વિડીઓ

ભારતીય સેના(Indian Army) શ્રેષ્ઠ એમ જ માનવામાં આવતા નથી, તેઓના કાર્યને કારણે તેઓને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હાલમાં ભારતીય સેનાને એવું જ કામ કરી બતાવ્યું છે. ધ્રાંગધ્રા (Dhangdhra)ના ગાજણવાવ (Gajanwav)માં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોર (Bore)માં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી સહીત પોલીસ સહિત પણ ઘટનાસ્થળે પહોચી હતી. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 કલાક રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.

કિશોરી રમતાં-રમતાં બોરમાં પડી:
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષીય કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ કિશોરીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આ પછી બોરમાં 60થી 70 ફૂટે ફસાયેલી મનીષાને બચાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

કિશોરીને બચાવવા તંત્રનો કાફલો પહોંચ્યો:
તેને બચાવવા માટે આર્મી સહીત પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. આ પછી ઓપરેશન હાથ ધાર્યું હતું. બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. આર્મી દ્વારા તેને હેમખેમ બચાવી લેવામાં આવી છે. 11.30 વાગ્યાના સુમારે આર્મીના જવાનોએ 12 વર્ષની બાળકી મનીષાને હેમખેમ બહાર કાઢી એના પરિવારજનોને સોંપાતા પરિવારજનો ખુશી સાથે ચોંધાર આંસુએ એને ગળે વળગીને રડી પડ્યા હતા. આ પછી કિશોરીને સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *