બોર્ડની શરુ પરીક્ષામાં પિતાનું નિધન, છતાં દીકરી હિંમત ન હારી અને ધો12 માં કર્યું ટોપ

12 Commerce Result Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ (Class 12 Commerce Result Exam)ની પરીક્ષાનું આજે પરિણામ (GSEB 12th commerce result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું પરિણામ નોંધાઈ છે. ગયા વર્ષે 86.91 % રિઝલ્ટ (GSEB 12th Result Declared) હતું. માર્ચ મહિનામાં આયોજિત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર 792 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. ત્યારે રાજકોટમાં પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

મહત્વનું છે કે, રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમી ઘરે પાછા ફરતા સમયે હાર્ટ એટેકથી મયુરભાઈ મકવાણાનું મોત થયુ હતું. જોકે તે સમય વીત્યો તેને વધુ સમય નથી થયો પરંતુ તે મયુરભાઈની પુત્રી દેવાંશી મકવાણા આજે બોર્ડમાં ટોપમાં આવી છે. વાત કરવામાં આવે તો મકવાણા દેવંશી મયુરભાઈ ધોરણ 12 માં 88.35 PR સાથે બોર્ડ ફસ્ટ આવી છે.

દેવાંશી મકવાણાએ ભારે હદય તેના પિતાને યાદ કર્યા અને કહ્યું હું મારા પિતાના તમામ સપના સાકાર કરીશ. પિતાના અવસાન પછી ત્રણ પરીક્ષા આપી છે જેમાં બોર્ડમાં પ્ર્થમ આવી છે. એટલું જ નહીં તેને વધુમાં જણાવતા કહ્યું હતું કે, તે હવે આગળ BBA નો અભ્યાસ કરવા ઈચ્છે છે. દેવાંશી મકવાણાની પિતાના અવસાન સમયે બોર્ડની પરીક્ષા ચાલતી હતી. ત્રીજું પેપર હતું અને સમાચાર આવ્યા હતા કે પપ્પા શાસ્ત્રી મેદાનમાં પડી ગયા અને તેનો ફોન આવતા મેં જ ઉપાડ્યો હતો. જોકે મને બધા લોકો દ્વારા સમજાવી અને પરીક્ષા આપવામાં આવી હતી.

વોટ્સએપ નંબરથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:

મહત્વનું છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિધાર્થીઓ 6357300971 વોટ્સએપ નંબર પરથી પરિણામ મેળવી શકશે. મહત્વનું છે કે, આ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ સતાવાર વેબસાઈટ www.gseb.org પર સવારે 8:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્રક અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

SMSથી પણ વિધાર્થીઓ જાણી શકશે પરિણામ:

જો વાત કરવામાં આવે તો આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ HSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામ મેળવી શકશે.

આ સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ:

જો વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામનો જિલ્લો કચ્છ- 84.59 ટકા, સૌથી ઓછા પરિણામનો જિલ્લો દાહોદ 54.67 ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28, 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ, વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા, વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા- 44, દિવ્યાંગ ઉમેદવારની સંખ્યા- 3097, 20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગોની સંખ્યા- 638 અને ખાનગી નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી- 33.86 ટકા નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *