‘શહીદોની શહાદતને સો-સો નમન’, કાશ્મીરમાં હિમવર્ષા દરમિયાન શહીદ થયેલા આર્મી જવાને ઓઢ્યું તિરંગાનું કફન

મધ્યપ્રદેશ (Madhya Pradesh): આર્મી (Army)ના જવાનો દેશના લોકોની રક્ષા કરવા માટે પોતાનું જીવન કુરબાન કરી દેતા હોય છે. ત્યારે હલ્મા જ એક જવાવનના શહીદ થયાના…

મધ્યપ્રદેશ (Madhya Pradesh): આર્મી (Army)ના જવાનો દેશના લોકોની રક્ષા કરવા માટે પોતાનું જીવન કુરબાન કરી દેતા હોય છે. ત્યારે હલ્મા જ એક જવાવનના શહીદ થયાના સમાચાર મળી આવ્યા છે. કાશ્મીર (Kashmir)માં હિમવર્ષા(Snowfall) દરમિયાન મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના સતના જીલ્લા (Satna district)ના વીર સપૂતે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. .

મધ્યપ્રદેશના આર્મી જવાનનું કાશ્મીરમાં હિમવર્ષા દરમિયાન અવસાન થવાની જાણ થતાં સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. કાશ્મીરમાં શહીદ થયેલા સતના જિલ્લાના જવાનનો પાર્થિવ દેહ ગુરુવારે સવારે ગુરુગ્રામ પહોંચી ગયો છે.

અંધકારમય વાતાવરણમાં સાંસદ ગણેશ સિંહ, મંત્રી રામખેલવાન પટેલે જવાનના ઘરે જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ જવાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શહીદ જવાનના અંતિમ સંસ્કાર ગુરુવારે સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે.

સતનાના મેહુતીના રહેવાસી સુખરામ સિંહ કજ્જુ (35) કાશ્મીરમાં પોસ્ટેડ હતા. તેઓ આર્મીની 23મી રાજપૂત બટાલિયનમાં હવાલદાર હતા. કાશ્મીરમાં હિમવર્ષા દરમિયાન તેઓ અકસ્માતનો શિકાર બન્યા હતા. બુધવારે લખનૌની આર્મી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમના પિતાનું નામ જનાર્દન સિંહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *