ઓવરટેક કરવા જતા પાછળથી આવતા ટ્રકે મારી જોરદાર ટક્કર- દીકરીને પરીક્ષા અપાવી ઘરે ફરતી માતાનું મોત

દિવસેને દિવસે વધતા જતા અક્સામાતોમાં(Accident) કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ પલવલમાં(Palwal) નેશનલ હાઈવે(National Highway) પર એક ભયાનક અકસ્માતના સમાચાર મળી આવ્યા છે.  મળતી માહિતી અનુસાર પલવલમાં નેશનલ હાઈવે પર ગઢપુરી ટોલ પ્લાઝા પાસે ટ્રક એક ઓટો સાથે અથડાયું હતું.

વાસ્તવમાં, સુરજનના નાંગલાનો રહેવાસી સુરેશ બલ્લબગઢથી ઓટો ભરીને પલવલ જવા નીકળ્યો હતો. ઓટોમાં જવાહર નગર કેમ્પની રહેવાસી 35 વર્ષની આરતી, તેની 19 વર્ષની પુત્રી તાન્યા, અગવાનપુર ગામની રહેવાસી કોમલ અને અલ્હાપુર ગામની રહેવાસી કોમલ ઓટોમાં સવાર હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગઢપુરી ટોલ પ્લાઝા પાસે માત્ર બે લાઇન કાર્યરત હતી. ઓવરટેક રતા પાછળથી આવતા ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. અથડામણને કારણે ઓટો પલટી ગઈ હતી.

આ અકસ્માતમાં ઓટોમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરતી, તાન્યા અને કોમલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ આરતીને મૃત જાહેર કરી. ડ્રાઇવર સુરેશ અને કોમલને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સુરેશની હાલત ગંભીર હોવાથી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આરતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.

મહિલા તેની પુત્રીની પરીક્ષા અપાવીને પરત ફરી રહી હતી:
પરિવારજનોના જણાવ્યા મુજબ, આરતી ફરીદાબાદમાં તેની પુત્રી તાન્યાની પરીક્ષા અપાવીને પરત ફરી રહી હતી. બંને કોમલ રામાનુજન કોલેજમાંથી આવી રહી હતી. ઘટના બાદ ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટના બાદથી ઘાયલ પુત્રી તાન્યાની હાલત ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *