કેશુભાઈ પટેલના અવસાન પછીથી ખાલી પડેલ સોમનાથ મંદિરના નવા ચેરમેનનાં પદ પર કોની થશે નિમણુક? -જાણો જલ્દી…

થોડા સમય પહેલાં કોરોના મહામારીને કારણે કેશુભાઈ પટેલનું અવસાન થયું હતું. એમનાં અવસાન બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની આગામી 11 જાન્યુઆરીનાં રોજ આયોજિત થનાર વર્ચ્યુઅલ બેઠકમાં જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં PM  નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ઉપસ્તિથ રહેશે. રાજ્યના પૂર્વ CM કેશુભાઈ પટેલના અવસાન પછી સોમનાથ ટ્રસ્ટના ચેરમેનનું પદ ખાલી પડ્યું છે.

હાલમાં ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી પડેલ છે :
આ મીટીંગ અંગે ટ્રસ્ટના સેક્રેટરી P.K.લેહરીએ જણાવતાં કહે છે કે, ત્રણ મહિના અગાઉ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલનું અવસાન થયું હતું. જેને કારણે હાલમાં ટ્રસ્ટનું ચેરમેન પદ ખાલી પડેલ છે. એમની જગ્યા પર નિમણુંક કરવા માટે આગામી 11 જાન્યુઆરીએ ટ્રસ્ટી મંડળની વર્ચ્યુલ બેઠક મળશે.

આ મીટીંગમાં ટ્રસ્ટી PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાશે. આ મીટીંગમાં સૌપ્રથમ સ્વ.કેશુભાઈ પટેલનો શોક ઠરાવ પસાર કરવામાં આવશે. ત્યારપછી ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી કરવાનો ઠરાવ રજુ કરવામાં આવશે. જેના પર ટ્રસ્ટીઓ ચર્ચા કરીને નવા ચેરમેનની નિમણુંક કરવામાં આવશે.

ત્યારપછી સોમનાથના વિકાસનાં કાર્યો અંગેની ચર્ચા કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે ટ્રસ્ટીઓ પૈકી લાલકૃષ્ણ અડવાણી ઝ હર્ષવર્ધન નિયોટીયા માંથી પસંદગી થાય છે કે, પછી નવા કોઈ નામની પસંદગી કરવામાં આવે છે તે જોવાનું રહેશે.

ઓક્ટોબર માસમાં કેશુભાઈને 1 વર્ષ માટે સર્વાનુંમતે ચેરમેન તરીકે નિમવામાં આવ્યાં હતાં :
3 મહિના અગાઉ એટલે કે, 1 ઓક્ટોબરનાં રોજ જ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓની ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદી સહિત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના આગેવાનો ઉપસ્તિથ રહ્યા હતા.

જેમાં આગામી 1 વર્ષ સુધી સર્વાનુમતે ટ્રસ્ટના અધ્યક્ષ પદ પર કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી પણ 29 ઓક્ટોબરનાં રોજ એમનું અવસાન થતાં ત્યારથી આ પદ ખાલી પડ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ટ્રસ્ટની આવક તેમજ અસ્કયામતમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ટ્રસ્ટની સંપત્તિ કુલ 321.09 કરોડને પાર થઈ ગઈ છે. હવે આગામી સમયમાં ટ્રસ્ટ યાત્રી સુવિધા તથા ખાસ ગોલકધામ તીર્થના વિકાસ માટે આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *