ડાયમંડ વર્કર યુનિયન રત્નકલાકારોના 10 હજાર બાળકોને વિનામૂલ્યે નોટબુક આપશે

Diamond Workers Union: 2 જૂન અને રવિવારના દિવસે સુરત હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોના તેજસ્વી બાળકોનો ચોથો સન્માન કાર્યક્રમ (Diamond Workers Union) યોજાશે. જેમાં 10,000 હજાર બાળકોને વિના મૂલ્યે નોટબુક આપવામાં આવશે.

રત્નકલાકારના બાળકો માટે ચોથો સન્માન કાર્યક્રમ
2 જૂનના દિવસે રત્નકલાકારોના તેજસ્વી બાળકોનો ચોથો સન્માન કાર્યક્રમ યોજાશે. હીરાઉદ્યોગના અગ્રણી સુરેશભાઈ લખાણી મારૂતિ ઇમ્પેક્સ (ભોજન સમારંભ ના મુખ્ય દાતા) તેમજ હીરાઉદ્યોગ અગ્રણીય સંગઠનો જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલ તથા સુરત રીજીયનના ચેરમેન વિજયભાઈ માંગુકિયા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન- મુંબઈ પ્રવીણ સંકર પંડ્યા નોટબુક ના મુખ્ય સ્પોન્સર બની કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા

અનેક અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો
રત્નકલાકારોના તેજસ્વી રત્નોના સન્માન કાર્યક્ર્મને સફળ બનાવવા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ ખુબ સારો સાથ સહકાર અને માર્ગદર્શન આપ્યુ હતુ. સાથે જ કાર્યક્રમ ને સફળ બનાવવા હીરાઉદ્યોગ ના અગ્રણીય ઉધોગકારો કિરણ જેમ્સના વરુણભાઈ લખાણી તથા ભંડેરી લેબગ્રોન ડાયમંડ તથા કે.જી.કે ડાયમંડ અને કે.પી.સંઘવી સહિતની અનેક કંપનીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સાથ સહકાર આપ્યો હતો.

રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે
સુરત ખાતે આયોજિત રત્નકલાકારોના તેજસ્વી બાળકો ના સન્માન કાર્યક્રમમાં રાજકીય મહાનુભવો બી.જે.પી.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા વિરોધપક્ષ નેતા અમિતભાઈ ચાવડા, બોટાદ ના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, મેયર દક્ષેશભાઈ માવાણી અને વિરોધ પક્ષના કોર્પોરેટર પાયલબેન સાકરીયાની ઉપસ્થિતિમાં તેજસ્વી બાળકોને સન્માનીત કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે તૈયારી
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા છેલ્લા એક મહિનાથી કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે અને કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રમુખ રમેશભાઈ ઝીલરીયા તથા ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા મંત્રી હરી મારાજ કુબાવત તથા દિવ્યાંગ માંગુકિયા, પરેશભાઈ ગઢીયા,કલ્પેશ ધામેલિયા,પ્રવીણ ભેંસાણીયા,પ્રદીપ વિરાણી,દીપક વોરા,અમિત ચોટલિયા, હિતેષભાઈ કોશિયા, હરેશભાઈ ભેડા વિશાલ વાઘેલા સહિતની આખી ટીમએ ભારે જહેમત ઉઠાવી છે