સુરતની 20 વર્ષની દીકરીએ મૃત્યુ બાદ પણ 5 લોકોને આપ્યું નવજીવન

ગણદેવીના ઘમડાછાની યુવતીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખતે અંગોનું દાન કરવામાં આવ્યું  છે નવસારી જિલ્લાના  ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની 20 વર્ષીય દિશા દેવાંગભાઈ નાયક નવસારી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કોઈ અન્ય કારણોસર જૂન 16મીના રોજ પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે સારવાર ધર્મીય તબીબો દ્વારા આયુવતીને બ્રેઈન ડેડ જાહેરકરવામાં આવતા પરિવાર દ્વારા આ યુવતીના કિડની લીવર અને  ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું. આમ દિશાએ આત્મહત્યા બાદ પણ પાંચ લોકોના જીવનમાં નવી દિશા આપી હતી.

મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની દિશા દેવાંગભાઈ નાયકે 16 જૂને રાત્રે 11:30 વાગ્યે ફાંસો ખાઇ જતા સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કરી હતી. જેથી પરિવારે યુવતીના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. બનાવની વિગત એવી છે કે, નવસારી જિલ્લાના ચીખલી ખાતે રહેતી અને નવસારી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી દિશા દેવાંગભાઈ નાયક 16 જૂન ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દિશા પોતાના ઘરે ફાંસો ખાઈ જતાં તેને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલ દમણિયા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખતે અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તા. 16 જૂનની રાત્રે ફાંસો ખાતા દિશાને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. વધુ સારવાર માટે તા. 17 જૂને દિશાને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. નિદાન માટે દિશાનું સિટીસ્કેન કરાવતા મગજમાં લોહી અને ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.રવિવાર તા.21 મી જૂનના રોજ તબીબોએ દિશાને બ્રેનડેડ જાહેર કરાઇ હતી. મૃતક દિશા નવસારીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

દિશાનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દિશાના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. દિશાના પિતા દેવાંગભાઈ અને માતા શિલ્પાબેને જણાવ્યુ કે અમારી દીકરી ફિજીયોથેરાપિસ્ટ બનીને લોકસેવા કરવા માંગતી હતી. આજે તે બ્રેઈનડેડ છે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી અન્ય દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

દિશાની કિડની અને લિવર અમદાવાદ મોકલાયા

બ્રેઇન ડેડ થયેલી દિશાના પરિવાર તરફથી અંગદાનની સંમતિ મળતા અમદાવાદની આઈકેડીઆરસીના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે હોસ્પિટલ પહોંચી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું . જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું. કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની આઈકેડીઆરસીમાં કરવામાં આવશે. આમ અત્યાર સુધીમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 361 કિડની, 156 લીવર, 7 પેન્ક્રીઆસ, 26હૃદય, 4 ફેફસાં અને 266 ચક્ષુઓ કુલ 810 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૪૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *