કૂતરાઓને મનુષ્યનો સૌથી વફાદાર સાથી માનવામાં આવે છે.ઘણા એવા મામલાઓ પણ સામે આવ્યા છે.જ્યારે તેમના માલિકો પર આવનારી મુસીબતોનો પહેલેથી જ તેમને ખ્યાલ આવી જાય છે. કંઇક આવી જ ઘટના થઈ છે એક મહિલા સાથે. આ મહિલા ચીનના વુહાનની મુસાફરી એ જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે જ મહિલાના યાત્રા પર નીકળવાના પહેલા કૂતરાએ તેનો પાસપોર્ટ ખેંચી ખેંચીને ફાડી નાખ્યો. પરંતુ આ મહિલાએ તેને ખીજાવાના બદલે શાબાશી આપી. જાણો આગળ એવું તે શું થયું
તાઇવાનની રહેવાસી આ મહિલાનું એવું માનવું છે કે કૂતરાએ તેનો પાસપોર્ટ ફાડી તેના ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે અને તેનો જીવ બચાવ્યો છે.કુતરા પાસપોર્ટ એટલી ખરાબ રીતે ફાડી નાખ્યો હતો કે તેને પોતાની યાત્રા કેન્સલ રાખવી પડી.
મહિલાએ ચીનના વુહાનમાં ફેલાયેલા કોરોના વાયરસ વિશે સમાચાર સાંભળતા બાદમાં ફાટેલા પાસપોર્ટ સાથે કુતરા ની તસ્વીર શેર કરતા તેનો આભાર માન્યો હતો.જણાવી દઈએ કે ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાઇરસના ફેલાવાને ધ્યાનમાં લઇ તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.
કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી ત્યાં 80 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.કૂતરાની માલિકે ફેસબુક ઉપર કુતરા ની તસ્વીર શેર કરતા લખ્યું કે શું તમને આ ફાટેલો પાસપોર્ટ યાદ છે.જ્યારે તેને આ વાતની ખબર પડી કે પાસપોર્ટ ફાટવાના કારણે તે આ ખતરનાક યાત્રાથી બચી ગઈ છે તો તેણે સૌથી પહેલા ઘરે જઈ પોતાના કૂતરાને શોધ્યો અને જોયું તો કીમી (કૂતરો) ફાટેલા પાસપોર્ટ ની બાજુમાં આરામથી સૂતેલો હતો.
આગળની ફેસબુક પોસ્ટમાં કૂતરાની માલિકે કહ્યું કે કુતરા એ હકીકતમાં મારો જીવ બચાવી લીધો છે.પાસપોર્ટ પાટીયા બાદ મને આ વાતની જાણકારી થઈ કે જે જગ્યાએ જવાનું આયોજન કર્યું હતું ત્યાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. જ્યારે હું આ વિષયે વિચારું છું તો આ વાત મારા હૃદયને સ્પર્શી જાય છે. સદભાગ્યે તે મને આ ટ્રીપ પર જવાથી રોકી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.