વલસાડ(ગુજરાત): હાલમાં વલસાડમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજ્યના છેવાડે આવેલ ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડને અડીને આવેલા નારગોલ વિસ્તારમાં લૂંટ કરવા આવેલ 11 આરોપીમાંથી પોલીસ દ્રારા પકડવામાં આવેલ બે આરોપીમાંથી એક આરોપીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં લૂંટની એક મોટી ઘટના બને એ પહેલા જ પોલીસ દ્વારા અટકાવી લેવામાં આવી હતી. જોકે, પૂરી તૈયારી સાથે લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપવા નીકળેલ ગેંગના પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપી પૈકી એક આરોપીએ નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં જ પોતાના પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં જ આરોપીના આપઘાતના આ મામલાને ગંભીરતા લઈ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સાથે જ ઝડપાયેલા અને ફરાર થઈ ગયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ કરવા સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલમાં ગઈ મોડીરાત્રે એક લુટારુ ગેંગે એક બંગલોની રેકી કરી અને મોટી લૂંટની ઘટનાને અંજામ આપવા નીકળી હતી. જોકે, વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા કારમાં નીકળેલી આ લૂંટારું ગેંગને પડકારવામાં આવી હતી. આથી મોકાનો લાભ લઇ અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પરંતુ અ દરમીયાન બે આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસ ઝડપાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં રાખી ફરાર થઈ ગયેલો આરોપીઓની તપાસમાં નીકળી હતી. આ દરમિયાન જ પોલીસના હાથે ઝડપાયેલ આરોપી નિતીન સોમાભાઈ ઉરડેએ બાથરૂમમાં જવાના બહાને બાથરૂમની અંદર જઈ પોતાના જ પેન્ટ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
એક ખૂંખાર લૂંટારુ ગેંગ મોટા લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલા જ બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. પરંતુ, એક આરોપીએ ઝડપાયાના ગણતરીના કલાકમાં જ પોલીસ સ્ટેશનના બાથરૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા જિલ્લાભરની પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસ સ્ટેશનમાં આરોપીના મોતના આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઇ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ઉમરગામ મામલતદાર અને જિલ્લાના અન્ય અધિકારીઓ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત, પોલીસના હાથે ઝડપાયેલ ગેંગની કાર પણ મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા આ મામલામાં ઝડપાયેલા ગેંગના બે સભ્યો સહિત ફરાર અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ લૂંટ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ, વલસાડ એલસીબી પોલીસ અને મરીન પોલીસ દ્વારા લૂંટની મોટી ઘટનાને બનતા પહેલા જ અટકાવી લેવામાં હતી. પરંતુ પોલીસના હાથે ઝડપાયેલા એક આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ સ્ટેશનમાં પણ ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.