પટનાના જે ડી વુમન કોલેજના વિદ્યાર્થીનીઓ માટે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માટે ખાસ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.જણાવવામાં આવ્યું છે કે બધા વિદ્યાર્થીઓ ને શનિવાર છોડી દરેક દિવસે નક્કી કરેલા ડ્રેસ કોડમાં જ કોલેજ આવવું પડશે. વિદ્યાર્થીઓ કોલેજ માં બુરખો નહિં પહેરી શકે. જો તેઓ બુરખો પહેરીને આવે છે તો તેમને 250 રૂપિયાનો દંડ આપવો પડશે.
એવામાં જયારે વિદ્યાર્થીઓને આ વિષે ખબર પડી તો તેમણે આ નિયમ ઉપર વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે બુરખાથી કોલેજને શું તકલીફ પડે છે? એવું લાગી રહ્યું છે કે આ નિયમ તેમના ઉપર બળજબરી પૂર્વક થોપવામાં આવી રહ્યો છે.
આના વિષે કોલેજની આચાર્યાનું કહેવું છે કે આ જાહેરાત નવા સેશનના ઓરિએન્ટેશન સમયે જ વિદ્યાર્થીઓ સામે મૂકવામાં આવી હતી. આ નિયમ વિદ્યાર્થીઓમાં એકરૂપતા લાવવા માટે બનાવવામાં આવ્યો છે.
Bihar: JD Women’s College in Patna has issued a direction for students, ‘all students have to come to college in the prescribed dress code, every day except on Saturday. Students can’t wear ‘burqa’ in college. They will have to pay a fine of Rs. 250, on violation of the norm.’
— ANI (@ANI) January 25, 2020
વધુમાં તેમણે કહ્યું કે જે વિદ્યાર્થીઓ બુરખો પહેરી આવવા માંગે છે તે આવે પરંતુ કેમ્પસમાં પ્રવેશ કરતાં જ તેમને બુરખો કાઢીને જ ક્લાસમાં બેસવું પડશે. તેમજ શનિવારે તેમાંથી છૂટ આપવામાં આવી છે. આ દિવસે તેમના ઉપર કોઈ ડ્રેસ કોડ લાગુ નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.