ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના અમીરગઢ નેશનલ હાઈવે(Amirgarh National Highway) ભડથ પાટિયા પાસે ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત(Triple accident) સર્જાતા હાહાકાર મચી ગયો છે. જે અસ્કમાતમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર પડીકું વળી ગઇ હતી. કારના પતરાં ચીરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું નીપજ્યું કરુણ મોત:
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા પાસે ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. ત્રિપલ અકસ્માતની આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
અકસ્માતના પગલે હાઇવે ઉપર થયો લાંબો ટ્રાફિક જામ:
ગોઝારો અકસ્માત સર્જાતા જ હાઇવે ઉપર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકો ટ્રાફિકને નિયંત્રણ કરવાના તમામ પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકનું નિયંત્રણ કરાવ્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ગંભીર અકસ્માતમાં પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.