હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગુસ્સે ભરાયેલો હાથી 4 સભ્યોના પરિવાર સાથે SUV કાર પર હુમલો કરતો જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ ઘટના દક્ષિણ આફ્રિકાના iSimangaliso વેટલેન્ડ પાર્ક (iSimangaliso Wetland Park) ની છે. જ્યારે એક હાથીએ બે બાળકો અને તેમના માતા-પિતાના પરિવાર પર હુમલો કર્યો હતો. આ ભયાનક વીડિયો તેમની પાછળ પાર્ક કરેલી બીજી કારમાં બેઠેલા લોકોએ રેકોર્ડ કર્યો હતો. ડ્રાઈવરે પણ હોર્ન વગાડીને હાથીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
21-સેકન્ડની ક્લિપમાં, ગુસ્સે થયેલા હાથીએ સફેદ ફોર્ડ એસયુવીને પલટી નાખી અને પછી તેને રસ્તા પરથી ઘાસવાળા ખેતરમાં લઈ ગયો. જ્યાં સુધી તે કારને પલટી ન નાખે ત્યાં સુધી હાથીએ સ્થળ છોડ્યું ન હતું. અહેવાલ મુજબ, પરિવારને બચાવવા માટે કેટલાક રેન્જર્સ ત્યાં પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે હાજર પાછળની કારમાંથી તેને બોલાવવામાં આવ્યો હતો જેણે ઘટનાની નોંધ કરી હતી. આ વીડિયો 16 જાન્યુઆરીના રોજ ઝુલુલેન્ડ ઓબ્ઝર્વર નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વાયરલ ક્લિપને ચેનલ પર 60 હજારથી વધુ વખત જોવામાં આવી છે.
પરિવારને બચાવનાર એક રેન્જરે કહ્યું, “જે બન્યું તેનાથી તેઓ સંપૂર્ણ રીતે ડરી ગયા હતા અને ખૂબ જ દુઃખી થયા હતા અને તેઓને ડર હતો કે હાથી પાછો આવશે અને તેમના પર ફરીથી હુમલો કરશે.” તે બધા માટે ખૂબ જ નસીબની વાત છે કે, હાથીએ તેના દાંત વડે કારને નુકશાન કર્યું નહી. તેણે કહ્યું, ‘આ ઘટનાથી પરિવાર ખૂબ જ હચમચી ગયો હતો અને થોડો દુઃખી થયો હતો. આ દરમિયાન, iSimangaliso વેટલેન્ડ પાર્કના અધિકારીઓએ હાથી આટલો હિંસક કેમ બન્યો તેની તપાસ શરૂ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.