બીજેપીની ચૂંટણી ટીમમાં નવી ખેલાડીની એન્ટ્રી, સાઇના નહેવાલે પકડ્યું કમળ: જાણો વિગતે

The entry of a new player in the BJP's election team

TrishulNews.com

બેડમિન્ટન જગતમાં ભારતને ઘણી બધી જીત અપાવનાર સાઈના નેહવાલ આજથી પોતાનું રાજકીય કરિયર શરૂ કરી રહી છે. સાઈના નેહવાલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છે.

દુનિયાની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આજે બીજેપી ઓફિસમાં પાર્ટીની સભ્યતા આપવામાં આવી.આ વચ્ચે બીજેપી મહાસચિવ અરૂણસિંહ કહ્યું કે આજે ગર્વની વાત છે કે સાઇના નહેવાલ ભાજપમાં સામેલ થઇ રહી છે.

૨૩ મે ૨૦૧૫ માં બંની નંબર વન

Loading...

હૈદરાબાદમાં રહીને બેડમિન્ટન જગતમાં મોટું નામ કમાનાર સાઈના નેહવાલનો જન્મ હરિયાણાના હિસારમાં 19 માર્ચ 1990 ના રોજ થયો હતો. તે વર્લ્ડ બેડમિંટન રેન્કિંગમાં 23 મે 2015ના રોજ વર્લ્ડની નંબર વન પ્લેયર બની હતી. આટલી પ્રગતિ કરનાર સાઇના પહેલી ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી છે.

સાઇના પાસે 22 સુપર સિરીઝ અને ગ્રાન્ડ પ્રિકસ ખિતાબ છે. આ ઉપરાંત તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીત્યો હતો. તે બેડમિન્ટનમાં પદક જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.