કોરોના અને ઇબોલા કરતા પણ વધારે ખતરનાક વાયરસની એન્ટ્રી- WHOએ આપી મહત્વની ચેતવણી

વિશ્વમાં કોરોના મહામારીનું સંકટ હજુ પૂરું થયું નથી કે એક નવો ખતરો ઉભો થયો છે. હકીકતમાં, પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં જીવલેણ મારબર્ગ વાયરસનો પ્રથમ કેસ…

વિશ્વમાં કોરોના મહામારીનું સંકટ હજુ પૂરું થયું નથી કે એક નવો ખતરો ઉભો થયો છે. હકીકતમાં, પશ્ચિમ આફ્રિકન દેશ ગિનીમાં જીવલેણ મારબર્ગ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે, જેને કારણે લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ આ વાતની પુષ્ટિ કરી છે. આ વાયરસ ઇબોલા અને કોરોના કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. તે પ્રાણીઓના કારણે મનુષ્યોમાં પણ ફેલાય શકે છે.

અમે તમને જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુકેડો પ્રાંતમાં આ વાયરસથી એક વ્યક્તિનું મોત થયું હતું, જેના પછી લોકો ખુબ જ ડરી ગયા છે. WHO અનુસાર, આ વાયરસ કદાચ ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને તેનો મૃત્યુ દર 88 ટકા સુધી છે. ડબ્લ્યુએચઓ આફ્રિકાના પ્રાદેશિક નિયામક ડો મત્શિદિસો મોતીએ જણાવ્યું હતું કે મારબર્ગ વાયરસ દૂર -દૂર સુધી ફેલાય તેવી સંભાવના છે એટલે આપણે તેને જલદીથી અટકાવવાની જરૂર છે.

WHO દ્વારા ઇબોલા વાયરસની જાહેરાત કર્યાના બે મહિના પછી જ આ નવા વાયરસની શોધ થઈ છે. જે વાયરસની શરૂઆત ગયા વર્ષે થઈ ગઈ હતી અને તેમાં 12 લોકોના જીવ ગયા હતા. જિનીવામાં, WHO એ કહ્યું કે તે રાષ્ટ્રીય અને પ્રાદેશિક આ વાયરસને ખુબ જ ખતરનાક માનવામાં આવે છે. જો કે તે વૈશ્વિક સ્તરે હજી સુધી ખતરનાક નથી.

WHOના કહ્યા અનુસાર, મારબર્ગ વાયરસ સામાન્ય રીતે રોસેટસ ચામાચીડિયાની ગુફાઓ સાથે સંકળાયેલો છે. WHOઓ અનુસાર, તેનો ચેપ સંક્રમિત લોકોના શારીરિક પ્રવાહી દ્વારા અથવા દૂષિત સપાટીઓ અને સામગ્રીના સંપર્ક દ્વારા ફેલાય છે. WHOએ કહ્યું કે અમે ગિનીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલી તકેદારી અને તાત્કાલિક પગલાંની પ્રશંસા કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *