ભારત(India)ના પડોશી દેશો અફઘાનિસ્તાન(Afghanistan) અને પાકિસ્તાન(Pakistan)ની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ગઈ છે. રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે. આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ છે અને અહીં 150થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે.
યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું છે કે, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિલોમીટર દૂર હતું અને તે 51 કિલોમીટરની ઊંડાઈએ હતું. લાહોર, મુલતાન, ક્વેટા અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં આંચકા અનુભવાયા પછી, પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો કે ઇસ્લામાબાદ અને દેશના અન્ય ભાગોમાં ઓછી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
An earthquake of magnitude 6.1 occurred at around 2:24am in Pakistan, today: National Center for Seismology pic.twitter.com/lUBVFkd2lz
— ANI (@ANI) June 21, 2022
અગાઉ મંગળવારે પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પડોશી દેશમાં ભૂકંપ બપોરે 2:24 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. સારી વાત એ છે કે આમાં કોઈને નુકસાન થયું નથી.
પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામ પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનીના અહેવાલ નથી. 182 મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ગામ પાસે આવેલી છે. સોમવારે રાત્રે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સ્મારકના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ નુકસાન થયું નથી. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, તેને શક્તિશાળી ભૂકંપ અને ચક્રવાતથી નુકસાન ન થાય.
ગાંધીનગર સ્થિત ધરતીકંપ સંશોધન સંસ્થા (ISR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર કેવડિયાથી 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. ISR એ જણાવ્યું હતું કે, “સોમવારે રાત્રે 10:07 કલાકે 3.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતના કેવડિયાના 12 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ (ESE) સાથે 12.7 કિમીની ઊંડાઈએ હતું.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.