નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા – જણો વિગતે

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું આજે રિહર્સલ કર્યું છે. જલ્લાદને મેરઠથી મંગળવારે તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા. પવનને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ગજબ સુરક્ષા વચ્ચે દિલ્હી લાવવામાં આવ્યા હતા. આજે પવન દ્વારા ફાંસીનું રિહર્સલ કરવામાં આવ્યું આ દરમિયાન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેલના સૂત્રોએ જણાવ્યું કે, ફાંસીના માચડાની જગ્યાથી નજીકમાં આવેલી જેલ નંબર-3ના સ્પેશિયલ બેરેકમાં પવન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની પાસે આરોપીઓને ફાંસી પર લટકાવવા માટેનો કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યો છે.

2015માં પવન ચર્ચામાં રહ્યા હતા કારણ કે તેમણે પોતાના રુપિયા લેવા માટે એક ઓફિસથી બીજી ઓફિસમાં ધક્કા ખાવા પડતા હતા. તેમને 3000 રુપિયા મળવાપાત્ર હતા જોકે, તે સમયસર નહોતા મળતા. પવન ભારતમાં રજિસ્ટર્ડ બહુ ઓછા પ્રોફેશનલ જલ્લાદોમાંથી એક છે. આરોપીઓને ફાંસીના માચડે લટકાવવા માટે 8 માચડાનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે, દરેક દોષિત માટે એક માચડાનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે અન્ય એક એટલે કે કુલ 4 વિકલ્પમાં રહેશે. જેલના સૂત્રોએ જણાવ્યું કે દોષિતોને ફાંસીના માચડે લટકાવવા માટે 20, 000 રુપિયાની ચૂકવણી કરવામાં આવી શકે છે. એટલે કે ચાર આરોપીઓને ફાંસી પર લટકાવવા માટે જલ્લાદ પવનને 80,000 રુપિયા ચૂકવવામાં આવશે.

નિર્ભયાના દોષિત મુકેશ સિંહે દાવો કર્યો છે કે ગુનાના દિવસે તે દિલ્હીમાં નહોતો. અતિરિક્ત સત્ર જજ ધર્મેન્દ્ર રાણાએ મુકેશની આ અરજી પર તેમનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી અને તેને 17 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હી લાવવામાં આવ્યો હતો. સાથે જ કહેવામાં આવ્યું છે કે તે 16 ડિસેમ્બરના રોજ શહેરમાં નહોતો જ્યારે આ ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *