ઘરેથી ભાગી ગયેલા પ્રેમી પંખીડાને પરિવારે વીજપોલ સાથે બાંધી લાકડીથી માર્યો ઢોર માર

તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લાના રંગપુર રાઠ વિસ્તારમાં ધડાગામમાંથી એક ખુબ જ દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમી યુગલને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમ યુગલને વીજળીના થાંભલે બાંધી માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોના આધારે રંગપુર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો વીડિયો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ધડાગામનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક જ ગામમાં આડોશ-પાડોશમાં રહેતા યુવક અને યુવતી એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. બે દિવસ પહેલા જ બંને ઘરેથી જંગલમાં ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતીના પરિવારજનોએ તેણે શોધી કાઢ્યા હતા અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધીને તાલિબાની સજા ફટકારવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, યુવતીના કાકાએ યુવાનને વીજપોલ સાથે બાંધી દીધો હતો અને લાકડીથી ઘા માર્યા હતા અને યુવતીને પણ બેરહેમીપૂર્વક માર મારવામાં આવતો વીડિઓ વાઇરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોવાથી ઝડપથી વાઇરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજે પણ આદિવાસીઓની અંદર એવી પ્રથા ચાલે છે કે, મા-બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ દ્વારા ભેગા મળીને તેનો નિકાલ કરવામાં આવે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવીને દંડકીય રકમ નક્કી કરે છે. એ યુવાને રકમ ભરવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતાં હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. આ પહેલી વાર નથી, આ અગાઉ પણ ભાગી ગયેલ યુવક યુવતીઓને સજા થયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *