મધ્યપ્રદેશ: ઘણીવાર એવા બનાવો બની જતા હોય છે કે જે જાણીને ખુબ જ દુઃખ થતું હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના એક નાના ગામથી સામે આવી છે. જ્યાં એક ખેડૂત પરિવાર(Farmer family)માં અચાનક પિતા, પુત્રીનું અવસાન થઇ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યું છે કે, મૃતક ખેડૂતનું નામ સુશીલ કુમાર(Sushil Kumar) હતું.
ડિસેમ્બરમાં તેની દીકરીના લગ્ન હતા. મળતી માહિતી મુજબ, સુશીલ કુમારે પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી હતી. આ ઉપરાંત, ખેતરમાં શાકભાજી વાવી હતી કે જો આ વર્ષે સારો એવો ભાવ મળશે તો દીકરીના લગ્ન હેમ ખેમથી પુરા થઇ જશે. આખો પરિવાર દીકરીના લગ્નથી ખુબ જ ખુશ હતો. સુશીલ કુમાર ખેતી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. સુશીલ કુમારની દીકરી તેમની મદદ કરવા માટે ખેતરમાં પણ જતી હતી.
આ દરમિયાન, એક દિવસે સુશીલ કુમારની પત્નીએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો તે ઉઠ્યા નહિ. બાજુમાં સૂતી દીકરીને પણ ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ દીકરી પણ ના ઉઠી. ત્યારે માતા ખુબ જ ડરી ગઈ હતી. તેને તરત જ બહાર જઈને પાડોશીઓને બોલાવી લીધા. ત્યારબાદ બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં પિતા પુત્રીને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ વાત સાંભળતાની સાથે જ આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. એકબાજુ દીકરાના લગ્ન હતા અને હવે દીકરીને અંતિમ વિદાય આપવી પડશે આ વાત જાણીને નાના એવા ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પિતા કન્યાદાન કરે એની પહેલા જ પિતા અને પુત્રીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.