પિતાએ જ દીકરીને સળગાવી રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી- જાણો કયાની છે ઘટના

અમદાવાદ મેઘાણીનગરમાં એક અઠવાડિયા પહેલા મેમ્કો બ્રિજ નીચે રેવલે ટ્રેક ઉપરથી સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી. પોલીસે કાનની બુટ્ટી પરથી હત્યા અંગેનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં યુવતીએ આત્મહત્યા કરી હતી. તેના પિતાએ પુરાવાનો નાશ કરવા માટે પુત્રીની લાશને કોથળામાં પેક કરીનેે રેલવે ટ્રેક ઉપર લઇ જઇને સળગાવી દીધી હોવાનું સામે આવ્યુ છે.

આ કેસ અંગેની વિગત એવી છે કે, મેઘાણીનગરમાં તારીખ 1નાં દિવસે મેમ્કો બ્રિજ નીચેથી યુવતીનો સાવ બળેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોધીને તપાસ ચાલુ કરી હતી, એમાં મૃતક યુવતીનાં કાનમાં પહરેલી એક બુટ્ટી મળી હતી. પોલીસે બુટ્ટીનો કબજે કર્યો હતો.

એ પછી બાતમીદાર દ્વારા માહિતી એવી મળી હતી કે, ભાર્ગવ રોડ પર શ્યામનગર ખાતે રહેતા જગદીશકુમાર કિશનસિંહ રાજપૂત (ઉંમર વર્ષ 40) પરિવારની સાથે ઉત્તર પ્રદેશ રાજ્ય જતા રહ્યા હતાં, પોલીસે મકાન ખોલાવીને ઘરમાં તપાસ કરતાં મૃતક યુવતી ભારતીનો ફોટો મળ્યો હતો. એમાં કાનમાં પહેરેલી બુટ્ટી મળી હતી.

જેને લઇને પોલીસની ટીમો ઉત્તર પ્રદેશ રાજ્ય મોલવીને મૃતક યુવતીનાં પિતાની ધરપકડ કરીને અમદાવાદ શહેરમાં લાવ્યા હતા. પિતાની પુછપરછ દ્વારા જાણવા મળ્યુ હતું કે, એની પુત્રી મેઘાણીનગરમાં રહેતા યુવકની સાથે પ્રેમ કરતી હતી તેથી યુવતીને તેઓ લઇને વતન જતા રહ્યા હતા, યુવતી ત્યાંથી ભાગીને અમદાવાદ શહેર આવી ગઇ હતી તેથી યુવતીનાં પિતા પણ અમદાવાદ શહેર આવ્યા હતા તેમજ યુવતીને માનસિક શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરતા  હતા. તેથી કંટાળીને યુવતીએ ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. એ પછી તારીખ 1નાં દિવસે વહેલી સવારનાં સમયે મૃતક યુવતીનાં પિતા લાશને કોથળામાં પેક કરીને મેેમ્કો બ્રિજ નીચે ગયા હતા તેમજ લાશને સળગાવીને ભાગી ગયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *