સુરતના રાંદેર વિસ્તારમાં મોટા જુગારધામમાં 100 લોકો ઝડપાતા PI અજય બલદાનિયા સસ્પેન્ડ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નાવર દારૂની રેલમછેલ થતી જોવા મળે છે. જોકે, આવી ઘટનાઓમાં મોટા ભાગે પોલીસ પણ જુગારીઓને સાથ આપતા હોય છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં જુગારધામ પર ઘણી વાર પોલીસ રેડ કરે છે તેમજ જુગારીઓને પકડી પણ લે છે પણ ત્યાંનાં સ્થાનિક લોકોનું માનીએ તો સ્થાનિક પોલીસ મોટી માત્રામાં લોકો જ્યાં જુગારધામ ચલાવે છે ત્યાં રેડ પાડતી હોતી નથી.

તે સમયે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા રાંદેરમાં ચાલતા એક મોટા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અને ત્યાં 100 જેટલા જુગારીઓને પકડવામાં આવ્યા હતા. અને બધાને ઝડપી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.

જોકે, રાંદેર વિસ્તારમાં ભર બપોરનાં સમયે સ્ટેટ વિજિલન્સની ટીમનાં દરોડાને પગલે ત્યાંના સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ ઘણા સવાલ ઉભા થયા હતા. તે સમયે આ મામલે સ્ટેટ વિજિલન્સનાં દરોડા પછી પોલીસ કમિશનરે રાંદેરનાં PI સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

આ મામલે રાંદેરનાં પોલીસ ઇન્સપેક્ટર અજય બલદાનિયાને પોલીસ કમિશનર તોમરે સસ્પેન્ડ કર્યા છે.સુરત શહેરનાં રાંદેર રોડ પર એક મકાનમાં ગયા ઘણા સમયથી મોટું જુગાર ધામ ચાલતું હોવા અંગેનું સ્ટેટ્સ વિજિલસનાં સ્ટફને જાણકારી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં જુગાર રમતા 100 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ બાબતે એવી પણ જાણકારી બહાર આવી રહી છે કે, અહિંયા જુગાર ધામ ચલાવવા માટે જુગારીઓ પોલીસને લાખો રૂપિયાનો હપ્તો આપતા હતાં. સ્ટેટ વિજિલન્સનાં દરોડાને પગલે સ્થાનિક પોલીસ ડીસીબી, પીસીબી તેમજ SOGની કામગીરી સામે ઘણા સવાલો ઉભા થયા છે. અત્યારે જુગાર ધામ પર પડેલ રેડ બાબતે સેકટર 1ને તપાસ સોંપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *