સુરત: દારૂ પીવાની ના પાડતા સસરાએ વહુનું ગળુ કાપી નાખ્યું, 5 વર્ષનો બાળક માતા વગરનો થઇ ગયો

સુરત શહેરનાં ઉધના વિસ્તારમાં સસરાએ દારૂનાં નશામાં વહુંનું ગળુ કાપીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાને પાંચ વર્ષનો નાનો દિકરો પણ છે. માતાનું મોત થતા 5 વર્ષનું બાળક મા વગરનું બન્યું છે. જ્યારે હત્યા કરનારાર સસરાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ ઉધનામાં આવેલા ભીમનગર વિસ્તારમાં નેહા મયુર લાખાણી પોતાનાં પરિવાર સાથે રહે છે. નેહાએ 6 વર્ષ પહેલા મયુર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પરિવાર સાથે તેઓ ભીમ નગરમાં રહેવા માટે આવી ગઇ હતી. લગ્નનાં 1 વર્ષમાં નેહાએ દિકરાને પણ જન્મ આપ્યો હતો અને તે પરિવાર સાથે સુખેથી જીવન પસાર કરતી હતી.

જો કે સસરાને દારૂ પીવાનું વ્યસન હોવાને કારણે અનેક વાર તેઓ દારૂ પીને ઘરે માથાકુટ કરતા હતા. જેથી નેહા વારંવાર દારૂ નહી પીવા માટે ટોકતી હતી. જેથી એક દિવસ દારૂ પીને આવેલા સસરાએ ઘરે આવીને માથાકુટ ચાલુ કરી હતી. જેથી નેહાએ દારૂ નહી પીવા જણાવતા ઉશ્કેરાલેયા સસરાએ તેનું ગળુ કાપીને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઘટના અંગે જાણ થતા પોલીસ દ્વારા નેહાના સસરા સુરેશ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *