હાલ ગુજરાતમાં દરેક નાગરીકોને કોરોનાથી સંપૂર્ણ રાહત મળી ગઈ છે. ફરી એક વખત શાળાઓ અને ધંધા ધમધમતા થયા છે. છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષણ ઓનલાઇન થઇ ગયું હતું, અને બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ હાલ દરેક વિદ્યાર્થીઓ અને દરેક ભૂલકાઓ શાળાએ જવા રવાના થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ વીડિયો વાયરલ થયો છે, જે જોઈને ખડખડાટ હસી પડશો.
View this post on Instagram
અવારનવાર બાળકોને લઈને, અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં નાના બાળકના પિતા શાળાએ મોકલતા પહેલા, ફૂલોની હારમાળા પહેરાવી, ગુલાબની પાંખડીઓથી બાળકના વધામણા કરતા નજરે ચડયા છે.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, નાના ભૂલકા ના ગળા માં ગલગોટાના ફૂલ ની હારમાળા છે. અને પિતા નાના ભૂલકા પર ગુલાબની પાંખડીઓથી વધામણા કરી રહ્યા છે. પિતા જણાવતા કહે છે કે, ‘ચાર ધામ કરીને જેટલું સુખ પ્રાપ્ત થાય, તેટલું સુખ અત્યારે તમને શાળાએ મોકલતા થઈ રહ્યું છે.’
બાળક પણ શાંતિથી પિતાની આ હરકતો જોઈ રહ્યું છે. સાથોસાથ પિતા જણાવતા કહે છે કે, ‘સ્કૂલે જાઓ અને ભણો ગણો.’ સાથોસાથ કહે છે કે, ‘હવે આવા ત્રાસ દેતા નહિ અને અને સ્કૂલેને સ્કૂલે રહેજો!’ આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી નથી, પરંતુ આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઇને ખૂન આનંદ લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.