માલદીવમાં રહેતા લૂસિયો લારમુરાતીનું નાનપણ ખુબ ગરીબીમાં પસાર થયું હતું. પિતા મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. લૂસિયો બાળપણથી પિતાને કામમાં મદદ કરતો હતો. પોતાનું પ્રાથમિક શિક્ષણ માલદીવમાં જ કર્યા પછી તે પરિવારની સાથે ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો, જ્યાં એણે લંડનની એક બિઝનેસ શાળામાંથી અભ્યાસ કર્યો હતો.
હવે પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. તેઓ પેટ્સ એનિમલ માટે ફૂડ સપ્લિમેન્ટ્સ તૈયાર કરે છે. એમાંથી દર મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. 22 વર્ષીય લૂસિયો જણાવે છે કે, માલદીવ યુરોપનો સૌથી ગરીબ દેશ છે. અહીં ખુબ ઓછી તક મળે છે, જેથી અમારો પરિવાર રોજગારીની શોધમાં ઈંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયો હતો.
પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, જેથી હું નાના-મોટા કામ કરતો હતો. એનાથી જે કંઈ કમાતો એ પોતાના અભ્યાસમાં ખર્ચ કરતો હતો. આની વચ્ચે લંડનની એક બિઝનેસ શાળામાં મારું પસંદગી થઈ ગઈ. ત્યાં અભ્યાસ કરતી વખતે મારો ઈન્ટરેસ્ટ ફાઇનાન્સ વિભાગમાં વધવા લાગ્યો.
વર્ષ 2019માં ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી લાગી ગઈ. તેઓ જણાવે છે કે, થોડા દિવસો માટે અહીં કામ કર્યું. સેલરી ખુબ સારી હતી, પણ મને અહીં જોબ સેટિસ્ફેક્શન મળતું નહી. એવું લાગી રહ્યું હતું કે, મારું ટેલન્ટ વ્યર્થ થઈ રહ્યું છે, તેથી મેં નોકરી છોડીને પોતાનાં બિઝનેસની શરૂઆત કરી.
ત્યારબાદ શાળા તેમજ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ માટે નાઈટ ઈવેન્ટ પ્રોગ્રામ કરવાની શરૂઆત કરી. લંડનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પાર્ટી તથા સેલિબ્રેશન માટે ઈવેન્ટ પ્લાન કરતો હતો. તેનો આ બિઝનેસ સફળ રહ્યો. થોડા દિવસોમાં સારી એવી કમાણી થવા લાગી.
લૂસિયો કહે છે કે, આ વર્ષની શરૂઆતમાં કોરોનાને લીધે લોકડાઉન લાગી ગયું હતું. સ્કૂલ તથા યુનિવર્સિટી બંધ થઈ ગઈ હતી. લૂસિયોને ઈવેન્ટ્સ માટે ઓર્ડર મળવાના પણ બંધ થઈ ગયા હતા. એમની કમાણી ઠપ થઈ ગઈ હતી. કામ બંધ થવાથી ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. થોડા દિવસ કામ વિના બેસી રહ્યો. ત્યારપછી વિચાર કર્યો કે, આ લોકડાઉનનો ઉપયોગ કરવામાં આવે અને કંઈક નવું શરૂ કરવામાં આવે. કારણ કે, કોરોના બાદ પણ ઈવેન્ટનું કામ આટલી આસાનીથી નહીં મળે.
તેઓ જણાવતા કહે છે કે, મને હંમેશાંથી પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ હતો. એમના સારા માટે કામ કરવા માગતો હતો, તેથી વિચાર કર્યો કે, કેમ ન કંઈક એવું કામ કરવામાં આવે કે, જેથી કમાણીની સાથે આ એનિમલ્સને ફાયદો થાય. ત્યારપછી મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યો તો ખ્યાલ આવ્યો કે, સમગ્ર વિશ્વમાં એવા ઘણા લોકો છે કે, જેમને પોતાના પેટ્સ માટે યોગ્ય ફૂડ સપ્લિમેન્ટ મળતું નથી.
ત્યારબાદ મેં 4 મહિના પહેલાં માઈ પેટ હીરો નામથી એક કંપનીની શરૂઆત કરી, જેમાં અમે ડોગ માટે ફૂડ સપ્લિમેન્ટ તૈયાર કરીએ છીએ. એમાંથી જે નફો થાય છે એને ‘વાઇલ્ડલાઇફ એનિમલ્સ’ના પ્રોટેક્શન માટે પણ ડોનેટ કરવામાં આવે છે. લૂસિયો હાલમાં કુલ 2 પ્રકારની પ્રોડક્ટ- વ્હાઈટ ફિશ ક્યૂબ્સ તથા મિક્સ્ડ બિસ્કિટ સપ્લાઈ કરે છે.
આ બંને પ્રોડક્ટ પ્રોટીનથી ભરપૂર છે તેમજ એને તૈયાર કરવા માટે એક્સપર્ટ્સની સલાહ લેવામાં આવી છે. હાલમાં આ પ્રોડક્ટની સારી એવી માંગ રહેલી છે. લૂસિયોની સાથે કુલ 2 લોકો એના કામમાં મદદ કરે છે. આની સાથે જ એના પરિવારના લોકો પણ ભરપૂર સપોર્ટ કરે છે.
લૂસિયો કહે છે કે, મારા માટે આ બિઝનેસ એટલો સરળ ન હતો. શરૂઆતમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એક તો હું આ ફીલ્ડમાં તદ્દન નવો હતો તેમજ મારી પાસે માર્કેટિંગના રિસોર્સ હતા નહીં. ત્યારબાદ મેં એક વેબસાઈટ લોન્ચ કરી. એના પર બધી જ પ્રોડક્ટસને અપલોડ કરી દીધી. જો કે, એમ છતાં મુશ્કેલીઓ ઓછી ન થઈ. ખુબ ઓછા લોકો વેબસાઈટ વિઝિટ કરતા હતા.
ત્યારબાદ મેં માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરીને સોશિયલ મીડિયાની મદદ લીધી હતી. ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં સારો એવો રિસ્પોન્સ મળવા લાગ્યો હતો. લોકોના ઓર્ડર મળવાના શરૂ થઈ ગયા. લૂસિયો વ્હાઈટ ફિશ ક્યૂબ્સ તથા મિક્સ્ડ બિસ્કિટની સાથે કુલ 4 વધુ ફૂડ સપ્લિમેન્ટ લાવવાનાં છે. આની સાથે જ આગામી કેટલાક મહિનામાં એમણે પેટ્સ માટે ડ્રેસ લોન્ચ કરવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.