સુરત(ગુજરાત): હાલમાં વધી રહેલ ચોરી અને લુંટની ઘટના દરમિયાન ફરીવાર એવો જ એક બનાવ સુરતમાંથી સામે આવી છે. જેમાં શહેરના અમરોલી વિસ્તારમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો અમરોલી પોલીસ દ્વારા 7 નબીરાઓને સીસીટીવીના આધારે ચોરીના તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, એક મિત્રને માથે દેવું થઈ જતા 7 મિત્રોએ ગેંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર ફિલ્મી કહાનીનો ખુલાસો થયો હતો.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા રિલાયસન્સ નગરમાં થોડા દિવસ પહેલા 7 જેટલા અજાણ્યા ચોર ઈસમો કારખાનાંમાં ઘૂસી દરવાજાનો લોક તોડી કારખાનામાં રહેલા તૈયાર ડ્રેસ મટીરીયલ જેની કિંમત 2.43 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી. આ બાબતે ફરિયાદ કારખાનાં માલિક દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી અલગ અલગ ટિમ બનાવી સીસીટીવીના આધારે આ ચોર ઈસમોની શોધ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એક કડી રૂપે ચોરો જે રિક્ષામાં આવ્યા હતા. આ રીક્ષા ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. પોલીસ દ્વારા આજ સીસીટીવીના આધારે રીક્ષાનો નંબર મેળવી શોધ શરૂ કરવામાં આવી હતી.
પોલીસને જે રીક્ષાની શોધ હતી તે રિક્ષા કપોદ્રા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. પોલીસ દ્વારા કાપોદ્રા વિસ્તારમાં રેડ કરી રીક્ષા અને ચોર ઈસમને શોધી કાઢવામાં આવ્યા હતા. જ્યાં 7 જેટલા આરોપીએ મળી આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપીને કોરોના કારમાં દેવું થઈ ગયું હોવાથી અને આ જ દેવું ઉતારવા તેણે તેના મિત્રો સાથે મળી ગેંગ બનાવી ચોરીની કરવાનું કાવતરુ રચ્યું હતું.
બીજી ચોંકાવનારી બાબત છે કે પકડાયેલા તમામ આરોપીઓ 19 થી 22 વર્ષની ઉંમરના હોવાનું બહાર આવ્યુ છે. હાલ તો તમામ આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેની વધુ પુછ-પરછ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેમણે આ રીતે અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:
અજય ડોદરિયા
રણજિત વિશ્વકર્મા
અકિલ પનીગ્રાફી
કેમિલ લકુલ
વિવેક ચૌહાણ
રાહુલ પાસવાન
વિજય ઓકડીયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.