કિશન ભરવાડનો દીકરી સાથેનો અંતિમ વિડીયો જોઇને ભાવુક થઇ જશો- ઘરમાં લક્ષ્મી આવતા કરાવ્યા કંકુ પગલા

ધંધુકા (Dhandhuka) માં કિશન ભરવાડ (Kishan Bharwad) ની હત્યાથી સમગ્ર રાજ્ય (Gujarat) માં ખળભળાટ મચી ગયો છે. વડોદરા (Vadodra) માં કિશનના સાસરિય પક્ષ સહિત અન્ય પરિવારજનોમાં શોકનો માહોલ છે. કિશનના સસરા જેસંગભાઈ તેમના જમાઈની હત્યાથી ખુબ જ આઘાતમાં છે.

તેમણે જણાવ્યું હતું કે, “અમારા જમાઈ કિશનની દીકરીના જન્મના 20 દિવસ પછી હત્યા કરવામાં આવી હતી.” અમારા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કિશન તેની દીકરીના જન્મથી ખૂબ જ ખુશ હતો અને છઠ્ઠીના દિવસે અમને કહ્યું કે, તે તેની દીકરીને ભણાવીને ડૉક્ટર બનાવવા માંગે છે. તે દિવસે અમારી દોહિત્રીના ઘરમાં પહેલીવાર કંકુપગલા પડાવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ શેર થયા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને જામીન પર છૂટેલા કિશન ભરવાડની ધંધુકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘરમાં દીકરીના જન્મના 20 દિવસ બાદ કિશનનું મૃત્યુ થતા દીકરી પિતાનો ચહેરો પણ નહોતી જોઈ શકી. વડોદરામાં રહેતા કિશનના સસરા જેસંગભાઈએ જણાવ્યું હતું કે, ‘ભાણકીના જન્મના છઠ્ઠા દિવસે અમે નવા કપડાં અને અન્ય વસ્તુઓ લઈને ધંધુકા જવા નીકળ્યા હતા.’ ત્યારે અમને માલુમ પડ્યું હતું કે, કિશનને દીકરી આવે તેવી ઈચ્છા હતી. અને દીકરીનો જ જન્મ થતા કિશન ખુબ જ ખુશ હતો. ઘરમાં લક્ષ્મી આવતા કિશનની સાથે સાથે દરેક પરિવારજનો ખુબ ખુબ ખુશ હતા.

કિશનનું સપનું હતું કે…
કિશનના સસરા જણાવતા કહે છે કે, ‘દીકરીના નામકરણ વખતે અમારી બધા વચ્ચે કિશને કહ્યું હતું કે, મારુ સપનું છે કે, હું મારી દીકરને ભણાવી-ગણાવીને ડોક્ટર બનવવા માંગું છું. કિશનની એ ઇચ્છા અધુરી રહી ગઇ પણ, હવે તેમની આ ઇચ્છા અમે પુરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પુરી કરીશું.’

દીકરીના હાથે કરાવ્યા કુમકુમ પગલા
દીકરીના જન્મ પછી કિશન ખુબ ખુશ હતો. જયારે હોસ્પિટલ માંથી પત્નીને ડિલિવરી બાદ રજા આપવામાં આવી ત્યારે કિશને પહેલીવાર દીકરીના હાથે કંકુપગલા કરાવ્યા હતા અને ઘરમાં દીકરીના પગલા પડતા કિશનના હૈયે ખુશી નહોતી સમાઈ રહેલી. સાથોસાથ કિશન અને તેમના ધર્મ પત્નીએ દીકરીને તેડીને પાપા પગલી પણ કરાવી હતી. યાદગીરી રૂપે હંમેશા સાથે રહે તે માટે કાપડ પર દીકરીના પગલા પડાવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *