વિશ્વની મહાસતા અમેરિકાના ન્યૂયોર્કના BAPS (બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) સ્વામિનારાયણ મંદિરના મુખ્ય પુજારી પ્રતાપભાઈ રાવલનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ન્યૂયોર્કના ફ્લુસિંગ-બ્રાઉની સ્ટ્રીટ સ્થિત સ્વામિનારાયણ મંદિરના પુજારી પ્રતાપભાઈ રાવલે ગઈ તારીખ 13મી મેના રોજ તેઓએ છેલ્લા શ્વાસ લીધા હતા.
BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રેસનોટ મુજબ પ્રતાપભાઈ રાવલ છેલ્લાં 40 વર્ષથી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી માહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી મંદિરના પૂજારી તરીકે સેવા આપી રહ્યા હતા. પ્રતાપભાઈ રાવલ ન્યૂયોર્ક સ્વામિનારાયણ મંદિરના સૌ પહેલાં પૂજારીમાંથી એક પૂજારી હતા.
પૂજારી પ્રતાપભાઈએ ન્યૂયોર્ક પહેલાં મુંબઈ અને લંડન BAPS સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે પણ સેવા આપી હતી. તેઓ નિઃસ્વાર્થ સેવકનું ઉત્તમ ઉદાહરણ હતા. તેઓએ જાતે અનેક નવા ઈમિગ્રેન્ટ્સની પણ મદદ કરી હતી. તેઓ તેમની પાછળ પુત્ર પ્રિયમ રાવલ અને પરિવારને છોડી ગયા છે.
સાઉથ એશિયા કમ્યુનિટી લીડર દિલપી ચૌહાણે જણાવતા કહ્યું હતું કે, ‘‘પ્રતાપકાકાનું નિધન એ આખી ઈન્ડિયન અમેરિકન કમ્યુનિટી માટે ખોટ સમાન છે. તેઓએ તેમની જિંદગી તેમના ગુરૂના ઈચ્છા પ્રમાણે વિતાવી હતી.’’ પ્રતાપભાઈ રાવલને મહારાજ અક્ષરધામમાં તેમની મૃતીનું અપાર સુખ આપે તેવી ભગવાનના ચરણોમાં પ્રાથના.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news