ચીનમાં 20 હજારથી વધુ લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે અને 500થી વધુએ પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. ચીનથી પ્રસરેલો કોરોના વાયરસે હવે વિશ્વના કેટલાંય દેશોમાં પગપેસારો કર્યો છે.હવે ભારતમાંય કોરોના વાયરસના કેસો નોંધાયા છે જેના કારણે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં છે. ત્યારે ગુજરાતમાં દિવસેને દિવસે શંકાસ્પદ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં ચીનથી ગુજરાતમાં 800થી વધુ લોકો પરત ફરી ચૂક્યા છે. વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરત તેમજ જામનગરમાં ચીનથી પરત ફરેલા વિદ્યાર્થીઓમાં શંકાસ્પદ કેસ જણાયા હતા. અમદાવાદમાં પણ એક મહિલાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સિંગાપોરથી આવેલી એક મહિલાને કોરોના શંકાસ્પદ જણાયો છે. ૨૩ વર્ષીય મહિલાને કોરોના શંકાસ્પદ જણાતા આજે સવારે મહિલાને સીવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મૂળ અમદાવાદની મહિલાને કોરોના શંકાસ્પદ સામે આવ્યો છે.
નીતિન પટેલે એક પણ કેસ નહીં હોવાનું કહ્યું હતું
કોરોના વાયરસ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોઈને કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી. ગુજરાત સરકાર સતત જાગૃત છે અને તેને પહોંચી વળવા માટે આગમચેતી ભગલા ભરી દીધા છે. ગુજરાતમાં દરેક એરપોર્ટ ઉપર પણ દરેક વ્યક્તિની ચકાસણી કરી શકાય તેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોઈ શંકાસ્પદ કેસ નોંધાય તો તેના માટે આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી પણ રાજ્ય સરકારે રાખી છે. ભારત સરકાર આરોગ્ય વિભાગ સાથે ગુજરાત સરકાર સતત સંપર્કમાં છે.
અમદાવાદમાં અને સુરતમાં સુરક્ષા વ્યવસ્થા
સમગ્ર વિશ્વમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારવામાં આવી છે. એરપોર્ટ પર કામ કરતા સ્ટાફને પણ એલર્ટ કરવામાં આવ્યો છે. તમામ આંતરરાષ્ટ્રીય યાત્રીની ફરજિયાત કરવામાં આવી રહી છે. સિંગાપુર-થાઇલેન્ડનાં યાત્રી માટે અલગ એરોબ્રિજ ગોઠવવામાં આવી છે. સિંગાપુર-થાઇલેન્ડથી આવતા યાત્રી માટે અલગ વોશરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મુસાફરો માટે હેન્ડસેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. ચીન સહિત દુનિયાના અન્ય દેશોમાંથી આવતાં મુસાફરો કોરોનાનો ભોગ બન્યા કે નહીં તેની જાણકારી માટે સુરત એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની ચકાસણી માટે સુરત મ્યુનિ. અને એરપોર્ટની મેડિકલ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે
કોરોનાના સંદર્ભમાં કમિશનરનું ટ્વિટ : નમસ્તે અમદાવાદ
દુનિયાના ઘણાં બધા શહેરોમાં કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. આ રોગના વાઈરસ અત્યંત ચેપી છે. છીંક કે ઉધરસ ખાવાથી આસપાસના લોકોને ચેપ લાગે છે. એ જ રીતે હાથ મીલાવવાથી પણ વાઇરસનું સંક્રમણ થાય છે. આ સ્થિતિને ટાળવા લોકોએ હાથ મિલાવવાના બદલે એકબીજાને નમસ્તે કહેવાની પદ્ધતિ શરૂ કરવી જોઈએ. એ મતલબનું ટ્વિટ આજે મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.