સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.
ત્યારે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યા છે. જેને લીધે કેટલાય લોકો રસી લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહે છે તો અમુક લોકો રસી લેવાથી ડરે છે. જયારે જાગૃત વ્યક્તિઓ રસી લગાવવા માટે જાય છે. ત્યારે હાલમાં જ એક વ્યક્તિનું મોત કોરોના વેક્સીન લીધા બાદ થયું હોવાની સરકારે પુષ્ટિ કરી છે.
ભારતમાં વેક્સીનને લઈને એક 68 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ એક પેનલે તેમની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર, 68 વર્ષીય વ્યક્તિનું 8 માર્ચ 2021એ તેમણે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે વ્યક્તિનું મોત થયું હતું.
વ્યક્તિનું કયા કારણોસર થયું મોત?
રસી લીધા બાદ કોઈ ખતરનાક બીમારી થવાની અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) માટે કેન્દ્ર સરકારે એક મોટી કમિટીની સ્થાપના કરી છે. આ કમિટી રસી લગાવ્યા બાદ થયેલા 31 મૃત્યુના અસેસમેન્ટ કર્યા બાદ પાક્કું કર્યું છે કે એક વૃદ્ધ વ્યક્તિ જેમની ઉમર 68 વર્ષની હતી. આ વ્યક્તિનું મોત વેક્સિન લીધા બાદ એમાફિલેક્સીસથી થયું છે. જોવા જઈએ તો આ એક પ્રકારનું એલર્જીક રિએક્શન છે. વૃદ્ધ વ્યક્તિને 8 માર્ચ 2021ના રોજ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ થોડા જ દિવસોમાં તેમનું મોત નીપજ્યું હતુ.
એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કમિટીના ચેરમેન ડો. એનકે અરોડાએ પ્રથમ મોતની પુષ્ટિ કરી છે. પરંતુ તેમણે વધુમાં કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. બીજી ત્રણ મોત થયેલી છે તે પણ વેક્સીનને કારણે થાય હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલમાં તેની પુષ્ટિ થવાની બાકી છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલ પેનલના રીપોર્ટ અનુસાર, રસી સાથે હાલમાં જે પણ રીએક્શન સામે આવી રહ્યા છે તેમનુ પૂર્વાનુમાન હતુજ. હાલમાં તેમાં સાઈન્ટિફિક એવિડેન્સના આધાર પર રસીકરણને જવાબદાર ઠેરવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.