રાજ્યમાં થોડા સમયથી મકાન અથવા તો દીવાલ ધરાશાયી થવાની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. હાલમાં પણ આવી જ એક ઘટના ફરી એકવાર રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. ઘણીવખત તો આવી ઘટનાઓમાં ઘણાં લોકોના મોત પણ થઈ જતાં હોય છે.
સુરત શહેરમાં આવેલ અંબાજી રોડ પર આવેલ કુલ 100 વર્ષ પ્રાચીન નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબુ અચાનક જ ધરાશાયી થઈ જતા ભાગદોડ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ પ્લસ એક માળના આ જર્જરીત મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા કુલ 6 લોકોનો આ ઘટનામાં ચમત્કારિક રીતે બચાવ કરવામાં આવ્યો છે. જેને લીધા આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પહેલા માળની દીવાલ ઘરાશાયી:
ત્યાંના સ્થાનિક લોકોએ જણાવતાં કહ્યું હતું કે, છેલ્લા ઘણાં દિવસોથી આ વાડીના બિલ્ડીંગમાંથી કાટમાળ પડતો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. અંદાજે 100 વર્ષ પ્રાચીન નાગર પંચની વાડીનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન બનાવવામાં વધારે પડતા લાકડાનો વપરાશ કરવામાં આવ્યો હતો.
આ જર્જરીત મકાનને ઉતારી પાડવાં પહેલા કુલ 4 વખત પાલિકાને જાણ કરવામાં આવી છે. આજે સવારમાં અચાનક જ આખા મકાનમાં ધ્રુજારી આવતા નીચે રહેતા બધાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારપછી પહેલા માળનું ધાબાનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો.
જેને લીધે પહેલા માળની દીવાલ પણ ઘરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનાને લઈ આખા ફળિયામાં લોકો બહાર દોડી આવ્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટનાની જાણ પછી ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે આવ્યા હતા. આટલું જ નહીં પણ આખું મકાન ઉતારી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આખી બિલ્ડીંગ ઉતારી પડાશે:
જર્જરીત નાગર પંચની વાડીને ઉતારી પાડવા માટે પાલિકામાં કુલ 3થી વધારે વખત અરજીઓ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વહેલી સવારમાં બનેલ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થયા પછી ફાયર વિભાગે ઘટનાસ્થળ પર નિરીક્ષણ કરતા આખી બિલ્ડીંગ ઉતારી પાડવા માટેનું સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle