10 જૂન 2021 ના રોજ વર્ષ નું પહેલુ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યુ છે.આ આંશિક ગ્રહણ દેશમાં જોઈ શકાશે અને સાથે વૃષભ રાશિના લોકોને માઠી અસર કરશે. જ્યોતિષમાં ગ્રહણ ને પ્રભાવશાળી ખગોળીય ઘટના માનવામાં આવે છે. 10 જૂન ગુરૂવારના રોજ જે સૂર્યગ્રહણ યોજાવવા જઈ રહ્યુ છે તે દિવસે શનિ જયંતી પણ છે.
જાણો સૂર્ય ગ્રહણ નો સમય અને સૂતક કાળ
સૂર્યગ્રહણ ભારતમાં જોઈ શકાશે.આ સિવાય કેનેડા, રશિયા, ગ્રીનલેન્ડ, યુરોપ, એશિયા અને ઉત્તરી અમેરિકામાં પણ સૂર્યગ્રહણ દેખાશે. ભારતમાં ગ્રહણ નો સમય 10 જૂન ગુરુવારે બપોરે 1.42 મિનિટથી સાંજે 6.41 મિનિટ રહેશે. ભારતમા આ આંશિક ગ્રહણ હશે તેમા સૂતક કાળ માન્ય રહેશે નહીં.
કઈ રાશિ પર સૌથી વધારે અસર
જ્યોતિષના આધારે માનવામાં આવી રહ્યું છે કે સૂર્ય ગ્રહણ ની સૌથી વધારે અસર વૃષભ રાશિના લોકોને થઈ શકે છે. તેઓએ પોતે ની હેલ્થ નું ધ્યાન રાખવું પડશે. ધન સંબધિત બાબતોમાં સાવધાની રાખવાની રહેશે. સ્વચ્છતાના કેસમાં કોઇ પણ બેદરકારી નુકશાન કરી શકે છે.
આ વર્ષે ફુલ બે સૂર્યગ્રહણ યોજાશે
આપણે જણાવી દઈએ કે આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ યોજાશે અને બીજુ સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરના રોજ યોજવા જઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.