એવું કહેવામાં આવે છે કે દુનિયાનું આ પ્રથમ મંદિર છે કે જ્યાં ભગવાન ગણેશ નું સંપૂર્ણ પરિવાર છે.અહીં ભગવાન શ્રી ગણેશની ત્રિનેત્રવાળી મૂર્તિ વિરાજમાન છે. આ મંદિરમાં જોવા મળતી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ભગવાન શ્રી ગણેશનું આ મંદિર સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં આવેલું છે.
ભગવાન ગણેશ નું આ મંદિર 1579 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.આ મંદિરની સૌથી ખાસ બાબત એ છે કે અહીં દરરોજ હજારોની સંખ્યામાં સમગ્ર દેશમાંથી પત્ર આવે છે. જે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તે લોકો પ્રથમ આમંત્રણ ગણેશજીના આ મંદિરે મોકલાવે છે.આ સિવાય જે કોઈ લોકોને કઇંપણ પરેશાની હોય તે લોકો પણ અહીં પોતાની સમસ્યા દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશને પત્ર લખીને મોકલે છે.
ભારતમાં સ્વયંભૂ ગણેશજીના કુલ ચાર મંદિર છે જે પૈકી રણથંભોરમાં આવેલું આ મંદિર પ્રથમ છે. ત્રિનેત્રવાળા આ ગણેશજીનો ઉલ્લેખ રામાયણ કાળ અને દ્વાપર યુગમાં પણ જોવા મળે છે.આખી દુનિયામાં ભગવાન શ્રી ગણેશનું આ એકમાત્ર મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી ગણેશ તેમના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. આ મંદિર રાજસ્થાનના જયપુરથી આશરે 142 કિલોમીટર દૂર આવેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.