આજકાલ લવજેહાદના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. વડોદરામાંથી અગાઉ પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. આ દરમિયાન પ્રેમમાં ફસાવી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેનાર મોહિબે મારી દીકરીને ચાર મહિના સુધી મને મળવા દીધી ન હતી. પાટીદાર યુવતીની માતાએ જણાવ્યું કે, જયારે મેં તેને પોલીસ સ્ટેશનમાં બુરખામાં જોઇ ત્યારે હું ધ્રૂજી ઉઠી હતી. તેની માત્ર આંખો દેખાતી હતી જેમાં ડર દેખાતો હતો. આ ઉપરાંત પુત્રીએ મોહિબ સાથે લગ્ન કરી લીધાની જાણ થતાં મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
4 મહિના સુધી તો મને પુત્રીને મળવા દેવાઈ જ નહતી. પુત્રીને એક દિવસમાં 2 મિનિટ જ વાત કરવા દેવામાં આવતી હતી. મળવા આવે તો મોહિબ તેની સાથે જ રહેતો. મને જાણ થતી કે તેની પર અત્યાચાર થાય છે ત્યારે મને ઘણું દુઃખ થતું. મેં તેને અનેકવાર કહ્યું હતું કે, તું આ કીચડમાંથી પાછી આવી જા. મને ગર્વ છે કે તે નજરકેદ જેવી સ્થિતિ વચ્ચે પણ તેની પુત્રીને લઈને બહાર આવી.
સમાજની બીજી દિકરીઓને હું કહીશ કે, આવા વિધર્મીઓ માત્ર મોટી-મોટી વાતો કરશે જેમાં ફસાશો નહીં અને તમારા માતા-પિતા, પરિવારને દુઃખી ન કરશો કારણ કે પુત્રીના ગયા બાદ પરિવાર માટે સ્થિતિ ખૂબ આઘાતજનક બની જતી હોય છે. નિકાહ પછી મને કહેવાયું હતું કે, હું હવે મુસલમાન છું, નમાઝ પઢવી પડશે અને ધર્મ પાડવો પડશે. પુત્રનું નામ શિવ રાખ્યું હતું. પરંતુ, મોહિબ તેને નૂર મહંમદ કહીને જ બોલાવતો હતો.
આ ઉપરાંત જ્યારે પુત્રને હનુમાન ચાલીસા સંભળાવતી હોઈ ત્યારે મોહિબ કહેતો કે આનાથી બાળક પર ખરાબ અસર થશે. મોહિબના ભાઈએ મારો હાથ પકડ્યો હતો ત્યારે મેં મોહિબને પણ આ અંગે જાણ કરી. તો તેને મને કહ્યું હતું કે, એ આપણું પૂરું કરે છે. મે પહેલા લવજેહાદ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ, હવે મને પાક્કી ખાતરી થઇ ગઇ છે કે આ લવજેહાદ જ છે. જે એક ષડયંત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.