મોજ-મસ્તીની ડૂબકી બની મોતની ડૂબકી- નારણ સરોવરમાં ડૂબેલા યુવકોની અંતિમક્ષણોના દ્રશ્યો આવ્યા સામે

ગુજરાત(Gujarat): તાજેતરમાં જ અમરેલી(Amreli)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાઠી(lathi) નજીકના દુધાળા(Dudhala) ગામના નારણ સરોવર(Narayan Sarovar)માં બપોરે એક વાગ્યાના અરસામાં…

ગુજરાત(Gujarat): તાજેતરમાં જ અમરેલી(Amreli)માંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં લાઠી(lathi) નજીકના દુધાળા(Dudhala) ગામના નારણ સરોવર(Narayan Sarovar)માં બપોરે એક વાગ્યાના અરસામાં પાંચ કિશોરોએ ન્હાવા માટે પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ શોધખોળ દરમિયાન તમામ કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. આ કિશોરોના મોતથી પરિવારમાં માતમ છવાય ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, લાઠીના દુધલા ગામ નજીક આવેલા નારણ સરોવરમાં ન્હાવા માટે ડૂબકી લગાવેલ પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ત્યારપછી તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેથી આ તમામ કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે શહેરના અગ્રણી સેવાભાવી લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓ દ્વારા પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન તમામના મૃતદેહ મળી આવ્યા હતા.

ડૂબી જવાથી મૃત્યુ પામેલ મૃતકોના નામ:
પાંચ મૃતકોમાં નમનભાઈ અજયભાઇ ડાભી(ઉંમર વર્ષ 16), મિત ભાવેશભાઈ ગળથીયા(ઉંમર વર્ષ 17), રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ(ઉંમર વર્ષ 16), હરેશભાઇ મથુરભાઈ મોરી(ઉમર વર્ષ 18) અને વિશાલભાઈ મનીષભાઈ મેર(ઉંમર વર્ષ 16)નો સમાવેશ થાય છે.

મળતી માહિતી અનુસાર, આ તમામ યુવકો લાઠી શહેરના રહેવાસી છે. દુધાળા ખાતે આવેલા તળાવમાં ન્હાવા પડતા તમામ કિશોરો ડૂબી ગયા હતા. જેથી તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે તમામના મૃતદેહો મળી આવ્યા હતા. જેને લઈ તેઓના પરિવારજનોમાં માતમ છવાયો હતો.

આ યુવકો જે સરોવર કિનારે બપોરે રમી રહ્યાં હતા તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં બાળકો પોતાની મોજ-મસ્તીમાં મશગુલ હોય તેવું જોવા મળી રહ્યું છે. બરોપના કાળા તડકામાં રમતાં રમતાં બાળકો સરોવરના કિનારે જાય છે અને કોણ જાણે તેમનું મોત તેમને બોલાવતું હોય તેમ એક પછી એક એમ પાંચેય બાળકો ન્હાવા માટે પાણીમાં ડૂબકીઓ લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *