હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે, શહેરમાં વર્ષ 2009માં આશારામના પુર્વ સાધક રાજુ ચાડક પર કરવામાં આવેલ ફાયરીંગ મામલે છેલ્લા 12 વર્ષથી વોન્ટેડ સંજય એટલે કે, સજજુની નાસિકથી ધરપકડ કરી લેવામાં આવી છે. ફાયરિંગ માટે હથિયાર તથા મોટર સાયકલ વ્યવસ્થા સજજુ દ્વારા કરાઈ હતી. જેના મારફતે આસારામના સાધકોએ ખુબ લાંબો સમય સુધી આરાજકતા ફેલાવી હતી. આની સાથે જ એક સાધક પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
પોલીસે ધરપકડ કરેલ સંજય ઉર્ફે સજજુ છેલ્લાં 12 વર્ષથી ફરાર હતો પણ ફરાર થઈને આશારામના આશ્રમમાં છુપાઈ રહી રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચને મળેલ બાતમી પ્રમાણે, નાસિકના આશ્રમમાં રોકાયો છે કે, જેને આધારે વોચ ગોઠવી સંજયને પકડવામા આવ્યો હતો.
આ ગુનામા પહેલા કાર્તિક હલદરની પણ વર્ષ 2016માં ધરપકડ કરી લેવામાં આવી હતી. ધટનાની વાત કરવામાં આવે તો વર્ષ 2008માં આશારામ આશ્રમમાંથી 2 બાળકોના ગુમ થયાં પછી મોત મામલે ડી.કે. ત્રિવેદી પંચ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં રાજુ ચાંડક નિવેદન આપવા માટે ગયો હતો.
મીડિયામાં આશ્રમની વિરૂદ્ધ નિવેદન આપવામાં આવી રહ્યાં હતાં. આ મામલે અદાવત રાખીને સંજય તથા કાર્તિકે રેકી કરીને સાબરમતી વિસ્તારમાં રાજુ ચાડક પર 3 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું કે, જેમાં મોટર સાયકલ તથા હથિયાર વ્યવસ્થા સંજય દ્વારા કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી સંજય આશારામના આશ્રમ નાસિક, ધુલિયા, ભોપાલ, માલેગાવ તથા સુરતમાં રહીને આશ્રમ સંચાલન કરી રહ્યો હતો. જો કે, છેલ્લાં ઘણા સમયથી સંજય નાસિક આશ્રમ સંચાલન કરી રહ્યો હતી. તપાસમાં જોધપુર જેલમાં આશારામની સાથે મુલાકાત જતો હોવાનું સામે આવ્યુ છે. આ કેસમાં અન્ય એક આરોપી પઁકજ ઉર્ફે અર્જુન સિંધી ફરાર થયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.