મોદી સરકારનું ભવિષ્ય પડદા પાછળ કામ કરતા આ પાંચ લોકોના હાથમાં છે- જાણો વિગતે

નબળી અર્થવ્યવસ્થામાં સતત બીજી વાર બહુમતીથી સત્તામાં આવેલા મોદી સરકાર બીજા કાર્યકાળનું બીજુ બજેટ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી પોતે જ આ વખતે બજેટ મુદ્દે પૂરે-પૂરું ધ્યાન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામને પોતાના સ્તરે ઘણાં એક્સપર્ટ્સ સાથે બેઠક કરી છે જેથી આ વખતે મંદ અર્થતંત્ર ગતિ પકડશે. સામન્ય રીતે આમ તો સંસદમાં બજેટ નાણામંત્રી જ રજૂ કરશે, પણ બજેટ બનાવવા પાછળ ઘણાં લોકોનો હાથ જોવા મળે છે. આજે તમને એવા મુખ્ય 5 લોકો વિશે વાત કરીશું જે બજેટ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

રાજીવ કુમાર

રાજીવ કુમાર નાણા મંત્રાલયના ઉપરના અધિકારી છે. તેઓ પોતે 1984 ની બેન્ચના આઈએએસ(IAS) અધિકારી છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ સરકારે બેંકિંગ વ્યવસ્થામાં સુધારા સંબંધિત અનેક મહત્વના પગલાઓ લીધા છે. જેમાં સરકારી બેંકનું મીસર્ણ અને દેવામાં ડુબેલ બેંકોમાં ફંડિંગ કરવા માટેના તમામ ઉપાયો સામેલ છે. આ વખતે સંભાવના છે કે, બજેટમાં બેંકિંગ સેક્ટરને સંકટમાંથી ઉગારવા તેમજ અર્થવ્યવસ્થામાં વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમણે જરૂરી સૂચનો આપ્યા હોય.

તુહીન કાન્ત

હાલમાં એર ઇન્ડિયા વેચાણની જવાબદારી તુહીન કાન્તના હાથમાં છે. અન્ય સરકારી કંપનીઓના વિનિવેશની જવાબદારી પણ તેઓના હાથમાં જ છે જેથી સરકારની આવક વધી શકે. નોંધનીય છે કે, હાલના નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ પૂર્ણ નથી થયો અને આટલા ઓછા સમયમાં પૂર્ણ થવાના કોઇ સંભાવના દેખાતી નથી.

અતનુ ચક્રબોર્ટી

અતનુ ચક્રબોર્ટી પાસે સરકારી સંપત્તિના વપરાશને લગતી સારીએવી સમજ ધરાવે છે. બજેટ બનાવવામાં અતનુનો ફાળો ખુબ અગત્યનો રહેશે કારણ કે જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ પાંચ ટકાથી નીચે આવી હતી ત્યારે અતનુની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરાઇ હતી. આ સમિતિએ વિકાસને પાટે ચઢાવવા માટે માળખાકિય ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડૉલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમની સલાહ ભારતનાં બજેટ સંબંધી ખોટને નિયત કરવા માટે બહુ અગત્યની રહેશે. આ ઉપરાંત ઇકોનોનીમાં નાણા રોકવા અંગે પણ તેમની સલાહ અગત્યની રહેશે.

ટી.વી. સોમનાથન

નવું બજેટ તૈયાર કરવા માટે પડદા પાછળ કામ કરતા ત્રીજા અધિકારી છે. ખર્ચ સચિવ ટી.વી. સોમનાથન, નાણા મંત્રાલયમાં મોડેથી આવેલા સોમનાથનનું કામ માંગ વધે અને બગાડ અટકાવી શકાય એ રીતે સરકારી ખર્ચનું તાર્કીકીકરણ કરવાનું છે. અગાઉ તેમણે વડાપ્રધાનના કાર્યાલયમાં કામ કર્યું હોવાથી મોદી કેવા પ્રકારનું બજેટ ઈચ્છે છે તે સારી રીતે સમજે છે.

અજય ભૂષણ

અજય ભૂષણ મહેસૂલ એટલે કે, સંસાધનોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા છે. સ્લોડાઉનની ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ મહેસૂલમાં ઘટાડાનું અનુમાન વચ્ચે સંભવત: તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પછી અત્યાર સુધીમાં ટેક્સ કલેક્શનમાં વધારો થાય એ પ્રકારનું રોકાણ નથી આવ્યું. તે ડાયરેક્ટ ટેક્સ કોડમાં કેટલીક દરખાસ્તો અપનાવવા અંગે પોતાનો અભિપ્રાય આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *