ખીણમાં પડતા લટકી ગઈ મહિલા- જાણો કેવી રીતે જીવ બચાવ્યો ? જુઓ વિડીયો

દુનિયામાં હજારો-લાખો’ લોકો કઈ’ક નવું કરવા માટે અલગ અલગ પ્રકારનાં શોખીન હોય છે. જેમ કે, લોકોને પેરાગ્લાઈન્ડિંગ, ટ્રેકિંગ અને બંજીગ જમ્પીંગનો પણ શોખ હોય છે.…

દુનિયામાં હજારો-લાખો’ લોકો કઈ’ક નવું કરવા માટે અલગ અલગ પ્રકારનાં શોખીન હોય છે. જેમ કે, લોકોને પેરાગ્લાઈન્ડિંગ, ટ્રેકિંગ અને બંજીગ જમ્પીંગનો પણ શોખ હોય છે. આ શોખ પુરા કરવા માટે ખડતલ કાળજું પણ હોવું જોઈએ,જે કઈ પણ કરી શકે. વિશ્વના ઘણા સાહસવીરો એવા છે જે ખતરનાક પહાડ પર ટ્રેકિંગ કરવા જતા હોય છે, તે પણ પોતાના જીવનાં જોખમે કરતા હોય છે. ઘણી વખત ટ્રેકિંગ કરતાં પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વખત ટ્રેકિંગ કરતા કરતા જીવ પણ જતો રહે છે. પણ તેમ છતાં લોકો આ વસ્તુ કરતા થોડું પણ વિચારતા નથી.

તમે દરેક લોકોએ હોલિવુડ અને બોલિવુડની ફિલ્મોમાં ઘણા ખતરનાક દ્રશ્યો જોયા હશે. જેની અંદર અભિનેત્રી પર્વત પર લટકી હોય છે અને અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી થાય છે, અને આ અભિનેતા, અભિનેત્રીને બચાવીને લઈ જાય છે. અને લોકો જોતા જ રહી જાય છે. ત્યારે આવોજ એક ખતરનાક કિસ્સો અમેરિકાનાં કેલિફોર્નિયાથી સામે આવ્યો છે.

આ ઘટનામાં 69 વર્ષીય વૃદ્ધ મહિલા પર્વત પર ટ્રેકિંગ કરી રહી હતી, તે દરમ્યાન અચાનક મહિલાનો પગ લપસી ગયો અને મહિલા સાથે દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ત્યારે આ મહિલાને બચાવવા માટે જીવને જોખમમાં મૂકીને એક અસલી અભિનેતાની એન્ટ્રી થાય છે. અને તે મહિલાને બચાવી લે છે.

પગ લપસ્યા પછી મહિલાએ જીવ બચાવવા માટે સૂકાં ઝાડી ઝાંખરાને પકડી હતી. અને બસ આ પકડ છૂટવાની તૈયારીમાં હતી. ત્યારે એક હેલિકોપ્ટર આવી પહોંચ્યું હતું. હેલિકોપ્ટરમાં સુરક્ષાકર્મીઓ હતા, જેમણે આ વૃદ્ધ મહિલાનો જીવ બચાવીને ત્યાંથી સુરક્ષિત સ્થળ પર લઈ ગયા હતા. મહિલા સુરક્ષા કર્મીઓનો આભાર વ્યકત કરે છે.

જે સ્થળ પર આ મહિલાનો પગ લપસ્યો ત્યારે નીચે 100 ફીટની ખીણ હતી. આ સ્થળનું નામ રુબીઓ કાન્યોન (Rubio Canyon) છે, આ સ્થળને અમેરિકાનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ માનવામાં આવી છે. સામન્ય રીતે અહિયાં લોકો મુખ્યતવે ટ્રેકિંગ કરવા માટે જ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *