તમિલનાડુના ચેન્નાઈ શહેરમાં એક અજાણ્યો વ્યક્તિ ATMને સેનિટાઈઝ કરવાનું બહાનું કાઢીને 8.2 લાખ રૂપિયાની ચોરી કરી ગયો છે. આ ભાઈ ATMની બહાર બેઠેલા 65 વર્ષીય સિક્યોરીટી ગાર્ડને ખોટું કહીને ઘૂસી ગયો હતો. તેની સાથે સેનિટાઈઝેશનનું મશીન જોઈને ગાર્ડે તેને જવા દીધો હતો.
પોલીસે આ ઘટના કહ્યું કે, આ ATMમાં એક કસ્ટમર પૈસા ઉપાડવા ગયો ત્યારે તેણે જોયું અંદર એક અજાણ્યો વ્યક્તિ મશીન સાથે કઇક કરી રહ્યો હતો, કસ્ટમરને તે બેન્કનો માણસ હોય તેવું લાગ્યું અને તે બહાર નીકળી ગયો. એ પછી અજાણ્યો માણસ પણ એક બેગ લઈને અંદરથી નીકળ્યો અને આજુબાજુ જોયા વગર રિક્ષામાં બેસીને છૂમંતર થઇ ગયો. સિક્યોરિટી ગાર્ડને તેની પર શંકા ગઈ અને રિક્ષા ઊભી રાખવાના પ્રયત્ન કર્યા પણ તે જતો રહ્યો.
બેન્ક મેનેજર આવ્યો અને તેણે જોયું કે, ATMમાંથી 8.2 લાખ રૂપિયાની ચોરી થઇ ગઈ છે. પોલીસે કેસ નોંધીને તે અજાણ્યા ચોરની શોધ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news