હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલ OYO હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલ કતારગામ વિસ્તારની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી છે. અહીં નોંધનીય છે કે, યુવતી પારિવારિક સંબંધી યુવકની સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે હોટલમાં ગઈ હતી.
જો કે, રાત્રે સૂતા પછી સવારમાં નહીં ઊઠતાં યુવકે યુવતીના પરિવારને જાણ કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું. હાલમાં યુવતીના મોતને લઈ રહસ્ય સર્જાયું છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યાં પછી મોતનું સાચું કારણ જાણી સામે આવી શકે છે.
નવા વર્ષની ઉજવણી કરવા માટે હોટલમાં ગયાં હતાં :
કતારગામ વિસ્તારમાં આવેલ ગોપીનાથ સોસાયટીમાં 22 વર્ષીય તન્વી દિલીપભાઈ ભાદાણી પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વી પારિવારિક સંબંધી પંકજ ગોહિલ નામના યુવકના સંપર્કમાં આવ્યા હતા, જેનાં અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. આ દરમિયાન નવા વર્ષની ઉજવણી માટે તન્વી તથા પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલ OYO હોટલમાં ગયાં હતાં.
યુવતીએ યુવક સાથે હોટલમાં રાત્રિ રોકાણ કર્યું :
મૃતક યુવતીની સાથે હોટલ રૂમમાં રહેતો પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાવી રહ્યો છે. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા પછી આજે સવારમાં તન્વી ઊંઘમાંથી ન જાગતાં પરિવારને જાણ કરીને એમ્બ્યુલન્સમાં સિવિલ લઈ આવ્યાં હતાં, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. તન્વી તથા પંકજે હોટલ OYO ના ચોથા માળે 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું.
પરિવારની એકની એક દીકરીના રહસ્ય મોતથી પરિવારમાં છવાયો માતમ :
મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવી રહ્યાં છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી, જેને કારણે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. જો કે, પોસ્ટમોર્ટમ કર્યાં પછી મોતનું સાચું કારણ સામે આવશે.
મૃતક તન્વી-પંકજ એક જ રૂમમાં હતા :
OYO હોટલના મેનેજરના જણાવ્યા મુજબ, ગત રોજ તન્વીના નામ પર જ રૂમ બૂક કર્યો હતો. હોટલ તરફથી કોઈ સેલિબ્રેશન હતું. તેમનું પર્સનલ સેલિબ્રેશન હતું. બંનેએ 410 નંબરના રૂમમાં રોકાણ કર્યું હતું.
રાત્રે કેક કાપીને 1 વાગ્યે સૂઈ ગયા હતાઃ પંકજ ગોહિલ
પંકજ ગોહિલ જણાવે છે કે, અમે સાથે કામ કરી રહ્યાં હતા. અમે ન્યુ યર મનાવવા માટે હોટલમાં ગયા હતા. રાત્રે કેક કાપીને 1 વાગ્યાની આસપાસ સૂઈ ગયા હતા. સવારમાં 8 વાગ્યાની આસપાસ ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ જાગી ન હતી. જેને કારણે તેના માતા-પિતાને ફોન કરી બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારપછી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કરી દેવામાં આવી હતી.
મૃતકના ભાઈએ કંઈ કહેવાની ના પાડી :
મૃતક તન્વીના ભાઈ યશ ભાદાણી જણાવે છે કે, પંકજ ગોહિલ મારા સર છે તેમજ અમારા પારિવારિક સંબંધ છે. મારે કંઈ નથી આપવું કે નહીં જણાવવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle