નશામાં ભાન ભૂલેલા દારૂડીયાને છોકરીની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ તેની સાથે કર્યું એવું કે… – જુઓ વીડિઓ

મહારાજગંજ(Maharajganj): હાલમાં મહારાજગંજ જિલ્લામાંથી એક નશામાં ધૂત(Drunk) વ્યક્તિએ ખેતર તરફ ફરવા જતી છોકરીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં ગ્રામજનોએ તેમને થાંભલા(Pillars) સાથે…

મહારાજગંજ(Maharajganj): હાલમાં મહારાજગંજ જિલ્લામાંથી એક નશામાં ધૂત(Drunk) વ્યક્તિએ ખેતર તરફ ફરવા જતી છોકરીની છેડતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં ગ્રામજનોએ તેમને થાંભલા(Pillars) સાથે બાંધી દીધો અને તેને લાકડીઓ વડે જોરદાર માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, માર્યા પછી તેણે ચંપલની માળા પણ પહેરાવી હતી. માર મારતો આ વીડિયો(Video) હાલ વાયરલ થઈ રહ્યો છે. બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે(police) આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

જાણવા મળ્યું છે કે, આ મામલો ઘુઘલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. નશામાં ધૂત વ્યક્તિએ ખેતર તરફ ટહેલવા જતી યુવતીની છેડતી શરૂ કરી, જેના કારણે યુવતી જોરજોરથી ચીસો પાડવા માંડી હતી. જેનો અવાજ સાંભળીને નજીકના બગીચામાં હાજર સંબંધીઓ અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા. ત્યારબાદ ગ્રામજનો આરોપીને લાકડી અને થપ્પડથી મારતા-મારતા ગામમાં લાવ્યા હતા.

પહેલા તેણે આરોપીને ગામના એક થાંભલા સાથે બાંધીને માર માર્યો, પછી તેને ચંપલની માળા પણ પહેરાવી. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ ગ્રામજનોની માહિતી પર પહોંચી અને આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લીધો હતો. પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ અંગે પોલીસ અધિક્ષક પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિ સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *