ગુજરાત(Gujarat): રાજ્યમાં વધુ એકવાર કલંકિત ઘટના સામે આવી છે. રાજ્યમાં બહેન-દીકરીઓ પર સલામતીના પ્રશ્નો સતત ઉઠી રહ્યા છે. ત્યારે વધુ એક દીકરીની લાજ લુંટાઈ છે. દુષ્કર્મના કેસ પર આજીવન કેદ અને ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ પણ નરાધમોની હવસ ખૂટતી નથી. બોટાદ(Botad)ના રાણપુર તાલુકાના અળવ ગામમાં બુબાવાવ ગામની યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. બુબાવાવ ગામની યુવતીને અળવ ગામના યુવાનો દ્વારા વાડીમાં લઈ જઈને સામુહિક દુષ્કર્મ(Mass crime) આચર્યું હતું.
બોટાદ તાલુકામાં સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. બુબાવાવ ગામની એક 20 વર્ષની યુવતીની દારૂ પીવાની આદત હતી. તેથી તેણે બાજુના અળવ ગામમાં રહેતા ઈન્દ્રજીતને ફોન કરીને દારૂ માંગ્યો હતો. જેથી ઈન્દ્રજીતે યુવતીને જણાવતા કહ્યુ હતુ કે, જો તને દારૂ જોઈતો હોય તો અળવમાં મારી વાડીએ આવી જજે. ત્યારે યુવતી 9 ડિસેમ્બરના રોજ ઈન્દ્રજીત ખાચરની વાડીએ દારૂ લેવા માટે ગઈ હતી. યુવતી વાડીએ પહોંચી ત્યારે ઇન્દ્રજીત બાબભાઈ ખાચર સિવાય સત્યજીત બાબભાઈ ખાચર અને જયવીર જગુભાઈ ખાચર પણ વાડીએ હાજર હતા. ત્રણેય યુવકોએ ભેગા થઈને વાડીયે યુવતીને નશો કરાવ્યો હતો અને નશામાં ત્રણેય યુવાનોએ તેના પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.
માત્ર એટલુ જ નહિ, ત્રણેય યુવાનોએ 9 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યુવતીને વાડીએ ઓરડીમાં બંધ કરીને રાખી હતી. યુવતીને ઓરડીમાં ગોંધી રાખી દારૂનો નશો કરાવી ત્રણેય લોકોએ યુવતીને માર મારી તેના ઘરના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી સતત 18 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જેને કારણે યુવતીએ ત્રણેય યુવાનો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્દ્રજીત ખાચર, જયવીરભાઈ ખાચર, સત્યજીત ખાચર ત્રણેય યુવાનોએ મારા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યું તેવો યુવતીએ આરોપ કર્યો છે.
પીડિત યુવતી હાલ જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.