સુહાગરાતની રાત્રે પતિથી કઈ થયું નહિ, પછી યુવતીએ કોલેજના મિત્ર પાસે જઈ કરાવ્યું…

સવાલ: હું 25 વર્ષની યુવતી છું, મારા લગ્નને 14 મહિનાનો સમય થઇ ગયો છે. મારા પતિ તંદુરસ્ત  છે પણ તેમને યોનિ પ્રવેશ શી રીતે કરવો…

વાલ: હું 25 વર્ષની યુવતી છું, મારા લગ્નને 14 મહિનાનો સમય થઇ ગયો છે. મારા પતિ તંદુરસ્ત  છે પણ તેમને યોનિ પ્રવેશ શી રીતે કરવો તે નથી સમજાતું. હું મારૂં યોનિપટલ ડોક્ટર કે અન્ય કોઈ જાણકાર પાસે ખંડિત કરાવવા નહોતી માગતી તેથી મેં મારા કોલેજ સમયના મિત્રની મદદ લીધી. તેણે મારૂં યોનિપટલ ખંડિત કરવા કોન્ડોમ પહેરીને મારી સાથે સંભોગ કર્યો. પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં મારા પતિને દગો દીધો.-  પેટલાદમાં રહેતી એક યુવતી 

પહેલી વારમાં તમારો કેસ વિચિત્ર લાગે છે. કોઈપણ પુરૂષે યોનિ પ્રવેશ કરવા માટે શિક્ષણ નથી લેવું પડતું.  કામોત્તેજનામાં તે કુદરતી રીતે જ થઈ જતું હોય છે. તેથી તેમાં સમજ ન પડવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. વળી તમે એ નથી જણાવ્યું કે તમારા પતિ ઉત્તેજિત થાય છે કે નહીં. જો તેઓ કામોત્તેજના જ ન અનુભવતા હોય તો વહેલી તકે  સેક્સોલોજીસ્ટની સલાહ લો. વાસ્તવમાં તમારે તમારા મિત્રની મદદ લેવાને બદલે સેક્સોલોજીસ્ટનું માર્ગદર્શન લેવું જોઈતું હતું.

તેથી તમારી ભૂલ દોહરાવવાને બદલે તમારી જીવન કિતાબમાંથી એ ઘટના ભૂલી જાવ અને અને તમારા પતિને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરો. કેટલીક વખત સંસાર બચાવવા કેટલીક બાબતોમાં ચૂપ રહેવું પડે છે. વળી તમે જે કર્યું તેનો તમને  ખરેખર પસ્તાવો હોય તો આ વાત કાયમ મ્ટે દફનાવી દઈને તમારા પતિમાં  રમમાણ થઈ જાઓ. તમારા કોલેજ સમયના એ મિત્રને તમારા જીવનમાં ક્યાંય દખલ આપવા ન દેતા. તે વધુ સારું રહેશે.

સવાલ: હું 26 વર્ષની મુસ્લિમ યુવતી છું. મને ૩૩ વર્ષના એક હિન્દુ યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા ચાર વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને તેની જિદ્દને વશ થઈને મેં તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો છે. મારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવો છે. પણ કોમ અલગ હોવાને કારણે મારે શું કરવું?– પેટલાદમાં રહેતી એક યુવતી

તમે અહીં જણાવ્યું છે કે તમારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવો છે. પણ અલગ જાતી હોવાથી મારે શું કરવું? વાસ્તવમાં તમે મૈત્રી જાળવવાના દબાણમાં શારીરિક સંબંધ તો બાંધી જ લીધો છે. તેથી તેમાં કોમ વચ્ચે નથી આવતી.  શું તમે તેની સાથે લગ્ન કરવા માગો છો? જો તમારા બંનેના વિવાહ થાય તો જ આજીવન પ્રેમ કરવાનું શક્ય બને.   શું તમારા બંનેના પરિવારજનોે તેને માટે તૈયાર થશે? વળી તમારો મિત્ર 33  વર્ષનો હોવાથી તમારા કરતાં પરિપક્વ હશે. કદાચ પરિણીત હશે તેથી તમે તેને મિત્ર બનાવીને કાયમ પ્રેમ કરવા માગો છો.

જો તે પરિણીત હોય તો વહેલાસર આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ બંનેની ભલાઈ છે. જો તમારા નિકાહ નહીં થયા હોય અને તમારો પુરૂષ મિત્ર કુંવારો હશે તોય તમારા પરિવારજનો આ સંબંધ  માટે  તૈયાર ન થાય  તો તમારે બંનેને અલગ અલગ પાત્રો સાથે સંસાર માંડવો પડશે. આ સ્થિતિ બંને માટે કપરી થઈ પડશે. બાકી તમે જેને ‘પ્રેમ’  કહો છો તે માત્ર શારીરિક આકર્ષણ જ નથીને તેનો જવાબ તમે પોતે જ આપી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *