શોર્ટકટના ચક્કરમાં આ ભાઈને ધોળાદીવસે તારા દેખાઈ ગયા, આખેઆખી ટ્રેન ઉપરથી… જુઓ LIVE વિડીયો

શોર્ટકટ અને ઉતાવળના ચક્કરમાં એક વ્યક્તિને ધોળે દિવસે ભગવાન દેખાઈ ગયા હતા. એક વ્યક્તિ ઉભેલી માલગાડીની નીચેથી પસાર થઇ રહ્યો હતો, અને તરત જ ટ્રેન…

શોર્ટકટ અને ઉતાવળના ચક્કરમાં એક વ્યક્તિને ધોળે દિવસે ભગવાન દેખાઈ ગયા હતા. એક વ્યક્તિ ઉભેલી માલગાડીની નીચેથી પસાર થઇ રહ્યો હતો, અને તરત જ ટ્રેન ઉપડી. તેણે ટ્રેન નીચે સુઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રેક પર ટ્રેનની નીચે પડેલા એક વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પછી એક માલગાડીના 5 ડબ્બા તેની ઉપરથી પસાર થયા. આસપાસ ઉભેલા લોકો બૂમો પાડી રહ્યા છે કે હવે ઉઠશો નહીં, અને જેવી માલગાડી ઉપડી ગઈ ત્યારે પેલો બહાર આવ્યો.

આ વિડિયો ક્યારેનો છે તે જાણી શકાયું નથી. વીડિયોમાં દેખાતી વ્યક્તિ કોણ છે? તે પણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વીડિયો ભાગલપુર રેલવે સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેલવે ટ્રેકની વચ્ચે એક મુસાફર પોતાના પેટ પર સૂઈ ગયો છે અને એક માલગાડી તેની ઉપરથી પસાર થઈ રહી છે. જ્યારે માલસામાનની ટ્રેન નીકળે છે, ત્યારે તે વ્યક્તિ ઉભો થાય છે અને હસતાં હસતાં ચાલ્યો જાય છે.

આ દરમિયાન તેની આસપાસ બીજા ઘણા લોકો ઉભા હતા, જે તેને સલાહ આપી રહ્યા છે કે સુતેલા જ રહેજો, ઊભા નહિ થતા નહીતર મરી જશો. તે જ સમયે, જ્યારે વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવ્યો, ત્યારે લોકોએ પણ રાહતના શ્વાસ લીધા.

શોર્ટકટના ચક્કરમાં ફસાયો
મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ કહલગાંવ રેલ્વે સ્ટેશનથી મુસાફરી કરવા નીકળ્યો હતો. જે ટ્રેનમાં તે મુસાફરી કરવાનો હતો તે પ્લેટફોર્મ નંબર બે કે ત્રણ પર ઉભી હતી, જે ટૂંક સમયમાં નીકળવાની હતી. જે બાદ વ્યક્તિને લાગ્યું કે ટ્રેન પકડવા માટે શોર્ટ કટ રૂટ લેવો પડશે, અને વચ્ચે માલગાડી ઊભી હતી. જેમાંથી તેણે નીચેથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને ત્યારે જ માલગાડી ઉપડી ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *