ગુજરાત સરકારની 2022ની વિધાનસભા ચૂંટણી અંગ લોકોને આકર્ષવા માટે ભારતીય જનતા પાર્ટી હવે કમાન કસી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે આ કોરોના કાળ દરમિયાન પોતાની નોકરી ગુમાવનાર લોકોને રોજગારી મળી રહે તે માટે ભારતીય જનતા પાર્ટી રોજગારી વધારવા માટે તેમજ લોકોને રોજગારી આપવા માટે પહેલ કરી રહ્યું છે.
કોરોના કાળ દરમ્યાન ગ્રામ્ય ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરવાનું ભાજપે મન બનાવી લીધું છે. જે અંગેની તમામ જવાબદારી કેબિનેટ મંત્રી આરસી ફળદુ ને સોંપવામાં આવી છે. કોરોના મહામારી ને કારણે ગામડાઓ પણ અસરગ્રસ્ત થયા છે જેને લઇને ગામલોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સંજોગોમાં ગામડાઓની મનાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવનાર છે
કોરોના મહામારી ને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કારણોસર ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા આયોજન બનાવવામાં આવી રહ્યું છે. આયોજન દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી સર્જન કરવામાં આવશે. જેના માટે સરકાર દ્વારા ૪૦૦૦ કરોડનું ફંડ ફાળવવાનું આયોજન કર્યું છે.
ભાજપ સરકાર દ્વારા વિકાસ લક્ષી કાર્યો શરૂ કરવામાં આવશે. મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન યોજના સહિતની યોજનાઓ દ્વારા લોકોને રોજગારી આપવામાં આવશે.
આ યોજના માટે કેબિનેટ મંત્રી આરસી ફળદુને જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેને આધારે વિવિધ જિલ્લામાં આર.સી.ફળદુ પ્રવાસ કરશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીને તમામ રિપોર્ટ સોંપશે. રિપોર્ટના આધારે તમામ અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ યોજનાની જાહેરાત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.