વર્લ્ડકપ માટે ટિમ ઇન્ડિયા જાહેર,જાણો કોને મળ્યું સ્થાન અને કોણ થયું બહાર

Published on: 11:24 am, Thu, 6 January 22

થોડા જ સમયમાં મહિલા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે, ત્યારે ટીમ ઇન્ડિયાએ પોતાની ટીમ જાહેર કરી છે. BCCI એ મહિલા વર્લ્ડકપ માટે મહિલા ખેલાડીઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં ૧૫ મહિલા ખેલાડીને ટીમ ઇન્ડીયામાં સ્થાન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૨૨ વર્લ્ડકપ ન્યુઝીલેન્ડ ખાતે રમાવા જઈ રહ્યો છે.

BCCI એ રજુ કરેલું મહિલા ટીમ ઇન્ડિયાનું લીસ્ટ
Mithali Raj (C), Harmanpreet Kaur (VC), Smriti, Shafali, Yastika, Deepti, Richa Ghosh (WK), Sneh Rana, Jhulan, Pooja, Meghna Singh, Renuka Singh Thakur, Taniya (WK), Rajeshwari, Poonam

મિથાલી રાજ(કેપ્ટન), હરમનપ્રીત કૌર (VC), સ્મૃતિ, શેફાલી, યાસ્તિકા, દીપ્તિ, રિચા ઘોષ (WK), સ્નેહ રાણા, ઝુલન, પૂજા, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાનિયા (WK), રાજેશ્વરી અને પૂનમ

ભારતની પહેલી જ મેચ પાકિસ્તાન સામે…
તમને જણાવી દઈએ કે, ચાર માર્ચ ૨૦૨૨ થી મહિલા વર્લ્ડકપ શરુ થશે. કુલ સાત રાઉન્ડમાં બધી મેચો રમશે. ભારતની પહેલી જ મેચ પાકિસ્તાન સામે તારીખ 6 માર્ચના રોજ રમાશે, સાથોસાથ બીજી મેચ ૧૦ માર્ચે ન્યુઝીલેન્ડ સાથે રમાશે. ત્રીજી મેચ ૧૨ માર્ચના રોજ વેસ્ટનડીઝ સાથે, ચોથી મેચ ૧૬ માર્ચના રોજ ઈંગ્લેંડ સામે, પાંચમી મેચ ૧૯ માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા સામે, છઠ્ઠી મેચ ૨૨ માર્ચના રોજ બાંગ્લાદેશ સાથે અને છેલ્લી સાતમી મેચ ૨૭ માર્ચના રોજ સાઉથ આફ્રીકા સાથે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati