ગુજરાત(Gujarat): સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯(Covid-19) મહામારી અંતર્ગત ગુજરાતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૧૦,૦૯૦ છે. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત સરકારને કોવિડ ૧૯ અંતર્ગત મૃત્યુ પામેલ દર્દીઓના આશ્રિતો માટે નાણાકીય સહાય આપવા અંગે જારી કરેલ હુકમ મુજબ ભારત સરકારના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડીવીઝન(Disaster Management Division) દ્વારા બહાર પાડેલ પરિપત્ર/ માર્ગદર્શિકા નંબર – 33-04/2020-NDM-1 મુજબ ગુજરાત સરકાર દ્વારા લાભાર્થીઓને જલ્દી તકે મદદ આપવા યોગ્ય કાર્યવાહી કરવા અરજદારની માંગણી છે.
જાન્યુઆરી ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ ના મૃત્યુના આકડાની સરખામણીમાં ગુજરાતની ૫૪ નગરપાલિકાઓએ માર્ચ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૧ વચ્ચે લગભગ ૧૬,૦૦૦ વધુ મૃત્યુ થયું હોવાનું મૃત્યુ નોંધણી ડેટાના યુએસ સંશોધકો દ્વારા વિશ્લેષણ દર્શાવે છે. આ અધિક મૃત્યુનો આંકડો ગુજરાતના કુલ સત્તાવાર જાહેર કરવામાં આવેલ કોવિડ-૧૯ મૃત્યુઆંક ૧૦,૦૯૦ કરતાં લગભગ ૬૦% વધારે છે.
ઉપર મુજબના સર્વે ને પુષ્ટિ આપે તેમ ગુજરાત માં ઘણા લોકોનું મૃત્યુ કોવીડ-૧૯ મહામારીના કારણથી થયેલ હોવા છતાં મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણમાં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી. જેથી કરીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય આવા લોકોના આશ્રીતોને મળવા પાત્ર નથી.
સામાજિક કાર્યકર્તા સંજય ઇઝાવા(Social worker Sanjay Izawa)એ “મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્ય અને મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને ઘણા લોકોનું મૃત્યુ કોવીડ-૧૯ મહામારીના કારણથી થયેલ હોવા છતાં મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણમાં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી” એવા પુરાવા રજુ કરેલ છે. જે જોતા ખબર પડે છે કે સરકાર દ્વારા કોવીડ મૃત્યુઆંક ઓછો બતાવી ગુજરાત રાજ્ય સુરક્ષિત છે એવો દાવો કરેલ છે.
1. ભાવનગર જીલ્લાના, ભીખાભાઈ પરમારને તારીખ ૧૭.૦૪.૨૦૨૧ રોજના RTPCR લેબ રીપોર્ટ મુજબ કોવીડ પોઝીટીવ છે, અને તારીખ ૧૩.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
2. સુરત જીલ્લાના, સબ્બીર હુસૈન અકબરઅલી માંકડા તારીખ ૦૬.૦૫.૨૦૨૧ રોજના વિનસ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણ કોવીડ-૧૯ પોઝીટીવ છે, અને તારીખ ૧૩.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુ ના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
3. સુરત જીલ્લાના, સકીનાબેન હુસૈન અકબરઅલી માંકડા તારીખ ૦૮.૦૫.૨૦૨૧ રોજના વિનસ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુનું કારણ કોવીડ-૧૯ પોઝીટીવ છે, અને તારીખ ૧૩.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુ ના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
4. પંચમહાલ જીલ્લાના, નારાયણ ભાઈ ભામાણીયા તારીખ ૨૦.૦૪.૨૦૨૧ રોજના X-RAY House ગોધરા દ્વારા જારી કરવામાં આવેલ HRCT રીપોર્ટમાં દર્દીને કોવીડ-૧૯ પોઝીટીવની સંભાવના દર્શાવે છે, અને તારીખ ૧૦.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુ ના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
5. જામનગર જીલ્લાના, સંતોકબેન ખીમજી ભાઈ ગધેથારીયા તારીખ ૨૮.૦૪.૨૦૨૧ રોજ કોવીડ-૧૯ ના કારણે GGGH જામનગરમાં દાખલ કરવામાં આવેલ અને તારીખ ૦૩.૦૫.૨૦૨૧ ના રોજ કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ થયેલ છે. અને તારીખ ૩૧.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુ ના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
6. ભાવનગર જીલ્લાના, શાંતુ બેન હરિભાઈ કોરડીયા તારીખ ૨૭.૦૪.૨૦૨૧ રોજ યુંનીપથ લેબ દ્વારા જારી કરવામાં આવેલ ટેસ્ટ રીપોર્ટમાં કોવીડ-૧૯ પોઝીટીવ છે, અને તારીખ ૦૩.૦૫.૨૦૨૧ ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જારી કરેલ મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુ ના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ નથી.
ઉપરના ૬ જેટલા કોવીડ દર્દીઓ પોતાનો જીવ કોવિડ માં ઘુમાવેલ છે. છતાં તેમના મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણ માં કોવીડ-૧૯ નો કોઈ ઉલ્લેખ કરેલ નથી, જેનાથી કોવીડ-૧૯ થી મૃત્યુ પામેલ લોકોને સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય ધન રૂ. ૫૦,૦૦૦/- અથવા અન્ય કોઈ પણ સહાયથી વંચિત રહશે.
કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલ વધુમાં વધુ લોકોને આ સહાય મળે તે માટે આર.ટી.આઈ એક્ટીવીસ્ટ એવા સંજય ઇઝાવા દ્વારા સરકાર પાસે ઘણી માંગણીઓ કરવામાં આવેલ છે.
કોવીડ-૧૯ અંતર્ગત મૃત્યુ પામેલા નાગરિકોના મૃત્યુ પ્રમાણ પત્રમાં મૃત્યુના કારણ દર્શાવિને ફરી પ્રમાણ પત્ર જારી કરવા માટેની યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડીવીઝન, ભારત સરકાર દ્વારા બહાર પાડેલ પરિપત્ર/ માર્ગદર્શિકા મુજબ ગુજરાતના દરેક જીલ્લામાં Grievance Redressal સેલની નિમણુક તાત્કાલિક ધોરણે કરવા માટેની યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા તથા લોકોને સરળતાથી Grievance Redressal સેલની સહાય મળી શકે તે માટે દૈનિક અખબારો, ટી.વી ન્યુઝ તથા જાહેર જગ્યા ઉપર હોર્ડિંગઓ મુકીને આ અંગે જાણકારી આપવા માટેની યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા તથા કોવીડ-૧૯ સારવાર પછીના ૩૦ દિવસમાં પણ મૃત્યુ પામેલા લોકોના નામ આ સ્કીમમાં ઉમેરીને નાનામાં નાના લોકો સુધી આ સહાય મળે તેમ યોગ્ય કાર્યવાહી હાથ ધરાવવા માટે વિનંતી કરેલ છે.
સરકાર દ્વારા આ મુદ્દાઓનું સફળતા પૂર્વક અમલીકરણ કરવામાં ના આવે તો આવનાર દિવસોમાં આ મેટર કોર્ટ સુધી પોહચે તો નવાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.