આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર આપી રહી છે, 2.30 લાખનો લાભ- લાખો લોકોને થયો સીધો ફાયદો

કેન્દ્ર સરકારની પીએમ જન ધન યોજના યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા ગણતરીના વર્ષોમાં ત્રણ ગણી થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિસ દ્વારા ટ્વિટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, પીએમ જન ધન યોજનાના ખાતાઓમાં ત્રણ ગણો વધારો થયો છે. જણાવી દઈએ કે, માર્ચ 2015માં ખાતાઓની સંખ્યા 14.72 કરોડથી વધીને 21 જુલાઈ 2021 સુધીમાં 42.76 કરોડ થઈ ગઈ છે.

નાણાકીય સેવા વિભાગે એક ટ્વિટમાં લખ્યું છે કે, PMJDY ખાતામાં જમા થયેલી રકમે સ્થાપના બાદથી અનેકગણી વૃદ્ધિ હાંસલ કરી છે. જાણવા મળ્યું છે કે, નાણાકીય સમાવેશ કાર્યક્રમની સફળતાનો આ એક મોટો પુરાવો છે. જન ધન ખાતા ધારકોને 2.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. જન ધન ખાતાધારકોને કોઈપણ બેંકમાં ખાતું ખોલવા પર એક્સીડેંટલ ઇન્શ્યોરન્સ કવર પણ આપવામાં આવે છે.

જણાવી દઈએ કે, એક્સીડેન્ટલ ઇન્શ્યોરન્સ 1,00,000નો અને 30,000 રૂપિયાનો જનરલ ઇન્શ્યોરન્સ ખાતાધારકોને આપવામાં આવે છે. જો જન ધન ખાતા ધારકને અકસ્માત થાય તો તેને 30,000 રૂપિયા આપવામાં આવે છે. ઉપરાંત, જો ખાતાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો તેને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં, જન ધન ખાતા ધારક 2.30 લાખ રૂપિયા સુધી મેળવી શકે છે.

આ ઉપરાંત, ગ્રાહકોને મિનિમમ બેલેન્સ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી. આ ખાતામાં સરકારી ગ્રાહકોને 10000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. આ સાથે બચત ખાતા જેટલો વ્યાજનો લાભ પણ ઉપલબ્ધ છે. મોબાઈલ બેંકિંગનો લાભ પણ આપવામાં આવે છે. આ સિવાય, રોકડ ઉપાડ અને ખરીદી માટે રૂપે કાર્ડ મળે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ખાતા વધુ ખોલવામાં આવે છે. પરંતુ, જો તમે ઈચ્છો તો તમે ખાનગી બેંકમાં પણ તમારું જન ધન ખાતું ખોલી શકો છો. જો તમારી પાસે અન્ય કોઈ બચત ખાતું છે તો તમે તેને જન ધન ખાતામાં પણ ટ્રાન્સફર કરી શકો છો. ભારતમાં રહેતો કોઈપણ નાગરિક, જેની ઉંમર 10 વર્ષ કે તેથી વધુ છે તે જન ધન ખાતું ખોલી શકે છે.

જણાવી દઈયે કે, જન ધન ખાતું ખોલવા માટે, KYC હેઠળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને જન ધન ખાતું ખોલી શકાય છે. આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *