હાલ સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટો કેસ ચાલી રહ્યો છે. જે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.કોર્ટે કહ્યું હતું કે, રામમંદિરના ચુકાદા પહેલાં કોઇએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવી નહીં, ખૂબ જ શાંતિ અને સંયમ રાખવો તેવી હાઇકમાન્ડનો આદેશ હોવા છતાંય ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ભાંગરો વાટયો હતો. ગાંધીનગર સ્થિત ભાટ ખાતે ભાજપ આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટ આદેશ આપે તે પહેલાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેર મંચ પરથી એવુ કહ્યું કે, સુપ્રિમ કોર્ટની આપણાં પર મહેરબાની રહેવાની છે.
અયોધ્યામાં રામમ મંદિર જ બનવાનુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખને જાણે અગાઉથી રામમંદિરના ચુકાદા વિશે જાણ હોય તેવુ પ્રસ્થાપિત થયુ હતું. રામમંદિરના ચુકાદા બાદ કેવી પ્રતિક્રિયા આપવી, જાહેરમાં શું બોલવુ તે અંગે હાઇકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓને ખાસ સૂચના આપી હતી. તેમ છતાં જીતું વાઘાણીએ કેવા-કેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો.
આ ઉપરાંત ભાજપના કયા નેતાઓ પ્રતિક્રિયા આપશે તે પણ અગાઉથી નક્કી કરાયુ હતું. ભાજપના નેતા-કાર્યકરોને ચુકાદા બાદ સંયમ જાળવવા માટે પણ આદેશ કરાયો છે. આ બધીય વાત જાણે શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેવો ઘાટ સર્જાયો હતો.
કેમકે, ગાંધીનગરના ભાટ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરમંચ પરથી એવુ કહ્યું કે,અયોધ્યામાં રામમંદિર જ બનવાનુ છે. સુપ્રિમ કોર્ટની મહેરબાની આપણી ઉપર રહેશે. આપણે રામલલાની જેમ સંયમ જાળવવાનુ છે.વિઘટનકારી તત્વો સક્રિય ન બને તે જોવાનુ છે.
જીતુ વાઘાણીનુ આ નિવેદન સાંભળીને એક તબક્કે ઉપસ્થિત ભાજપના નેતા અને કાર્યકરો પણ ચોંકી ગયા હતાં. નવાઇની વાત એ હતી કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓ હાજર હોવા છતાંયે તેમણેય જીતુ વાઘાણીને ટકોર કરી ન હતી. વાઘાણીની આ ટિપ્પણી ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.