IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન 22 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શરૂ થશે. આ પહેલા BCCI એક ભવ્ય ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવા જઈ રહ્યું છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગના ઉદઘાટન સમારોહમાં તમામ ક્રિકેટરોની(IPL 2024) સાથે બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ પરફોર્મ કરતી જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ સ્ટાર્સની સાથે પ્રખ્યાત સિંગર્સ પણ IPL 2024 સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી ફેન્સનું મનોરંજન કરશે.
આ શો ટીવી અને ઓનલાઈન પર પણ લાઈવ જોઈ શકાશે
વાસ્તવમાં, બીસીસીઆઈ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં કોઈ કસર છોડવા માંગતું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2024ની ઓપનિંગ સેરેમની માટે ઘણા સ્ટાર્સના નામ ફાઈનલ થઈ ગયા છે જ્યારે કેટલાકના નામની પુષ્ટિ થવાની બાકી છે. સ્ટેડિયમ સિવાય આ શો ટીવી અને ઓનલાઈન પર પણ લાઈવ જોઈ શકાશે.
આ સ્ટાર્સ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે
IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા ટોસ 7.30 વાગ્યે થશે અને આ દરમિયાન ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. HTના એક અહેવાલ અનુસાર, IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, એઆર રહેમાન સાથે સોનુ નિગમ પરફોર્મ કરશે.
આ સ્ટાર્સ ગયા સિઝનમાં સ્ટેજ પર જોવા મળ્યા હતા
તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી સીઝનની ઓપનિંગ સેરેમનીમાં રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા અને અરિજિત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે દરમિયાન, બંને કેપ્ટનને ટૂર્નામેન્ટની શરૂઆતની જાહેરાત કરવા માટે શો પછી સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. આ વર્ષે CSKના કેપ્ટન એમએસ ધોની અને RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સમારોહમાં હાજર રહેશે.
આઈપીએલની ઓપનિંગ સેરેમની સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. ઓપનિંગ સેરેમની પૂર્ણ થયા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઓપનિંગ મુકાબલો 8 વાગ્યે થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App